11:11 AM 5 મે 2024
અમદાવાદ : લોકસભા ચુંટણીઓના ત્રીજા તબક્કાના મતદાન હેઠળ નારણપુરા સબ ઝોનલ ઓફિસ મતદાન મથક ખાતે સહપરિવાર મતદાન ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ભાજપા ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીઅમિતભાઈ શાહે કર્યું હતું.
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ભાજપા ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે દેશમાં યોજાઈ રહેલા લોકસભા ચુંટણીઓના ત્રીજા તબક્કાના મતદાન હેઠળ નારણપુરા સબ ઝોનલ ઓફિસ મતદાન મથક ખાતે સહપરિવાર મતદાન કર્યું હતું. તેમની સાથે તેમના ધર્મપત્ની સોનલબેન શાહ, જયભાઈ શાહ તેમજ રિશિતા જયભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ૭ મે ના રોજ લોકસભા ચુંટણીઓ અન્વયે સમગ્ર ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાઇ ગયું હતું. લોકશાહીના આ મહાપર્વે અમિતભાઇ શાહે સવારે સપરિવાર મતદાન કરી પ્રચંડ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં આ દરમિયાન નારણપુરા સબ ઝોનલ મતદાન મથક ખાતે નાગરિકોએ શાહનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ શાહે ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલી આભાર વ્યક્ત કર્યો હતો.