સુરત : કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ પુર્વી રાજયોના લોકોની તુલના ચીન અને દક્ષિણ ભારતીયોની તુલના આફ્રિકા સાથે કરતા પ્રદેશ અધ્યક્ષ઼ સી.આર.પાટીલ઼એ સુરત ખાતે પત્રકાર પરિષદ સંબોધી તેમના નિવેદને વખોડયું હતું. કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ચૂંટણી સમયે આવા નિવેદન કરી લોકશાહીની પ્રક્રિયાને ડેમજ કરવાનો પ્રયત્ન કર્યો છે.
કોગ્રેસને ચેતવણી આપુ છું કે ભાજપ કોંગ્રેસના મલીન ઇરાદાને સફળ નહી થવા દે અને કોંગ્રેસ અખંડ ભારતને વિભાજીત કરવાનો પ્રયાસ ન કરે. તેમ પણ સી.આર.પાટીલે તેમના નિવેદનમાં કહ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, કોંગ્રેસના નેતા સામ પિત્રોડા વિવાદસ્પદ નિવેદન થકી ચર્ચામા રહેતા હોય છે તેમને ફરી ભારતના ભાગલા પાડતુ એક નિવેદન કરી નવો વિવાદ સર્જયો છે આ અંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ સુરત ખાતે પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું કે, સામપિત્રોડાએ તેમના નિવેદન થકી રંગના કારણે પ્રદેશના અલગ અલગ ભાગલા પાડવાનો પ્રયત્ન કર્યો છે. ચૂંટણી સમયે આવા નિવેદન કરી લોકશાહીની પ્રક્રિયાને ડેમજ કરવાનો પ્રયત્ન કર્યો છે. ભાગલા પાડો અને રાજ કરો આવી માનસીકતા કોંગ્રેસ અને તેમના નેતાની રહી છે તે આજે જનતા સમક્ષ ફરી ઉજાગર થઇ છે.
ભાગલા પાડી કોંગ્રેસને ફાયદો કરવાના મલીન ઇરાદા સાથે તેમનુ આ નિવેદન છે તેના કારણે જનતાની લાગણી દુભાઇ છે, આવા શબ્દો પ્રયોગ કરી દેશના નાગરિકો અને ભાજપના નેતાઓને પણ ઉતારી પાડવાના પ્રયત્નો કોંગ્રેસના અનેક નેતાઓ કરી ચૂક્યા છે. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબને ચા વાળા, ચોકીદાર ચોર કહી ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો પણ આજે દેશના નાગરિકોનુ રંગના આધારે વિભાજન કરી અખંડ ભારત સામે મોટો પ્રશ્નાર્થ કરવાનો પ્રયત્ન કર્યો છે કોગ્રેસને ચેતવણી આપુ છું કે ભાજપ કોંગ્રેસના મલીન ઇરાદાને સફળ નહી થવા દે અને કોંગ્રેસ અખંડ ભારતને વિભાજીત કરવાનો પ્રયાસ ન કરે.