Gujarat Live News
અમદાવાદકચ્છજીવનશૈલીબિઝનેસમનોરંજનરમતગમતરાજકારણરાજકોટરાષ્ટ્રીયવડોદરાવિશ્વસુરતસૌરાષ્ટ્ર

નર્મદા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.27 ટકા પરિણામ, પરિણામ ઊચું આવવાના આ છે કારણો

 

રાજપીપળા ન્યૂઝ : નર્મદા જિલ્લામાં ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહનું ૯૧.૨૭ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું ૬૯.૬૩ ટકા પરિણામ જાહેર થયું છે: ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ પરિણામ ઊચું આવવાના કારણો પણ સામે આવ્યા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા થયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન/સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં નર્મદા જિલ્લાનાં કુલ ૩૩૯૦ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી ૩૦૯૪ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જે પૈકી ૨૯૬ વિદ્યાર્થીઓ અનુતીર્ણ થયા છે. જિલ્લાનું પરિણામ ૯૧.૨૭ ટકા આવ્યું છે. વર્ષ ૨૦૨૪ પરીક્ષામાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૩૩૯૦ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.

 

જેમાં ૦૩-A1, ૧૨૧-A2, ૫૭૫-B1, ૯૩૩-B2, ૯૩૭-C1, ૪૭૫-C2, ૪૯-D, ૦૧-E1 વિદ્યાર્થીઓના ગ્રેડ આધારિત પરિણામ પ્રાપ્ત કર્યુ છે. જ્યારે જિલ્લામાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાનાં કુલ ૮૭૬ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી ૬૧૦ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જે પૈકી ૨૬૬ વિદ્યાર્થીઓ અનુતીર્ણ થયા છે. જિલ્લાનું પરિણામ ૬૯.૬૩ ટકા આવ્યુ છે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૮૭૬ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જેમાં ૦-A1, ૧૫-A2, ૫૬- B1, ૧૩૨-B2, ૧૯૯-C1, ૧૬૯-C2, ૩૯-D, ૦-E1 વિદ્યાર્થીઓના ગ્રેડ આધારિત પરિણામ પ્રાપ્ત કર્યુ છે. તે તમામને જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણાધિકારીની કચેરી દ્વારા હાર્દિક શુભેચ્છા સાથે અભિનંદન
પાઠવવામાં આવે છે. તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ નર્મદાની એક અખબારી યાદીમાં જણાવામાં આવ્યું છે.

 

પરિણાના આ છે કારણો 

શાળા લેવલે ગણિત,વિજ્ઞાન,અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનના ઓછામાં ઓછા ત્રણ પેપરો પરીક્ષા માહોલમાં વિદ્યાર્થીઓને અપાવ્યા. ડાયટ દ્વારા અગાઉ શિક્ષકોએ મળીને જે પ્રશ્ન સંપૂટ તૈયાર કર્યો હતો એની સોફ્ટકોપી ડાયટના પ્રચાર્ય પાસેથી મેળવી દરેક શાળા સુધી પહોંચાડી અને શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ સાથે મળીને જીરો પિરિયડ લઇ તમામ ચેપ્ટરના દરેક પ્રશ્નનું સોલ્યુશન કરાવ્યું હતું. આચાર્યએ મીટીંગ રાખી દરેક પ્રિન્સિપાલને એની શાળાનું પરીક્ષાનું પરિણામ માટે એક ટાર્ગેટ આપી દેવામાં આવ્યો હતો. આવા વિવિધ પ્રકારના પ્રયત્નોને કારણે નર્મદા જિલ્લાનું પરિણામ ઊંચું આવ્યું છે.

Related posts

૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ : વિરમગામ ખાતે પપેટ શો કરીને અનોખી રીતે લોકોને જાગૃત કરાયા

gln_admin

જી.ટી.યુ.માં કોમ્પ્રિહેન્સિવ ગ્લોસરી એન્જિનિયરિંગની ગુજરાતી આવૃત્તિ માટે સમિક્ષા બેઠક મળી

gln_admin

વિશ્વ દૂધ દિવસ – 2024 : ગુજરાતમાં રોજનું 319 લાખ લીટરથી વધુ દૂધનું ઉત્પાદન, 24.64% દૂધનું ઉત્પાદન માત્ર ભારતમાં, વાંચો આ વિશેષ અહેવાલ

gln_admin

Leave a Comment