ELACTION SPECIAL
રાજપીપલા, બુધવાર : નર્મદા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સફળતાપૂર્વક સંપન્ન થઈ ચૂકી છે ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ સામગ્રી રીસિવિંગ સેન્ટર પર સ્ટ્રોંગરૂમ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરાઈ હતી. સમગ્ર રાજ્યમાં આ પ્રકારે પ્રકીયા હાથ ધરાઈ હતી. ત્યારે નર્મદા જિલ્લામાં પણ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થયા બાદ ઇવીએમ-વીવીપેટ સહિતની સામગ્રીઓ છોટુભાઈ પુરાણી વ્યાયામ કેમ્પસ ખાતે રિસીવિંગ સેન્ટર પર સુપરત થયા બાદ જે-તે બેઠકના સ્ટ્રોંગરૂમમાં જમા કરાઈ હતી.
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે ૨૧ છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૮ નાંદોદ વિધાનસભા મતવિસ્તાર અને ૨૨ ભરૂચ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૯ દેડિયાપાડા વિધાનસભા મતવિસ્તાર માટે નક્કી કરાયેલા રવાનગી કેન્દ્રો ખાતે સંબંધિત પ્રિસાઈડિંગ ઓફિસરોના નેતૃત્વમાં ચૂંટણીના એક દિવસ પૂર્વે ઇવીએમ-વીવીપેટ સહિતની વિવિધ સામગ્રીઓ જે તે મતદાન મથકે પહોંચી હતી. અને મતદાન થયા બાદ તે સામગ્રી રીસિવિંગ સેન્ટર પર પુન: જમા કરાવીને જે-તે સ્ટ્રોંગરૂમ ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગઈકાલે મોડી રાત્રે રવાના કરવામાં આવી હતી.
જેમાં ડેડીયાપાડાની ચૂંટણી સામગ્રી ભરૂચ ખાતે અને નાંદોદ વિધાનસભા ચૂંટણી સામગ્રી છોટાઉદેપુર ખાતે ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓની હાજરીમાં રવાના કરાઈ હતી.
મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણીકર્મીઓ દ્વારા ઇવીએમ-વીવીપેટ સહિત વિવિધ સામગ્રીઓ આદર્શ નિવાસી કુમાર શાળા દેડિયાપાડા અને રાજપીપલાની છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે ઊભા કરાયેલા ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર ખાતે સુપરત કરાઈ હતી. જ્યાંથી ચૂંટણીલક્ષી સમગ્ર સામગ્રીઓ નિયત કરેલા સ્થળે બંદોબસ્ત સાથે રવાના કરાઈ હતી.