અમદાવાદ : સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અમદાવાદ મહાનગરપાલિકામાં સુબ્રતો મુકરજી ફૂટબોલ સ્પર્ધા-૨૦૨૪નું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરની શાળાઓના જરૂરી વયજૂથમાં આવતા ખેલાડીઓએ www.subrotocup.in વેબસાઇટ પર ફરજીયાત ઓનલાઇન એન્ટ્રી કરવાની રહેશે
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલાડીઓ માટે જુદી જુદી યોજનાઓ તેમજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે ત્યારે જિલ્લા રમત ગમત અધિકારી, અમદાવાદ શહેરની ચાલુ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકામાં ૬૩મી સુબ્રતો કપ ઇન્ટરનેશનલ ફુટબોલ સ્પર્ધા- ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અમદાવાદ શહેરની શાળાઓના જરૂરી વય જૂથમાં આવતા ખેલાડીઓએ www.subrotocup.in વેબસાઇટ પર ફરજીયાત ઓનલાઇન એન્ટ્રી કરવાની રહેશે.
આ સ્પર્ધા માટેના ઓનલાઇન કરેલી એન્ટ્રી પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારી, અમદાવાદ શહેરની કચેરીએ જિલ્લા રમતગમત સંકુલ, રૂક્ષ્મણીબહેન સરકારી આયુર્વેદ હોસ્પિટલની સામે, ખોખરા, મણિનગર (પૂર્વ), અમદાવાદ- ૩૮૦૦૦૮ મોકલી આપવાનું રહેશે. એક શાળામાંથી એક વય જૂથમાં એક જ એન્ટ્રી સ્વીકારવામાં આવશે.
સ્પર્ધામાં અંડર-૧૫ સુબ્રટો ફુટબોલ સબ જુનિયર(ભાઇઓ), અંડર-૧૭ સુબ્રટો ફૂટબોલ જુનિયર(ભાઇઓ) અંડર-૧૭ સુબ્રટો ફૂટબોલ(બહેનો)ની સ્પર્ધા યોજાશે. કોઈ પણ ખેલાડી એક વયજૂથમાં ભાગ લઈ શકશે. વયજૂથ, સ્પર્ધાના નિયમો અને કટ ઓફ ડેટ અંગેની વધુ વિગતો વેબસાઇટ તથા જિલ્લા રમત ગમત અધિકારી, અમદાવાદ શહેરની કચેરીએથી મેળવી શકાશે.
આમ, સુબ્રતો મુકરજી ફૂટબોલ સ્પર્ધા-૨૦૨૪માં અમદાવાદની વધારેમાં વધારે ટીમો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી ભાગ લે, તેમ જિલ્લા રમતગમત અધિકારીશ્રી, અમદાવાદ શહેરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
તસવીર સૌજન્ય – ગુજરાત ટૂરીઝમ