Gujarat Live News
Uncategorized

ગઈકાલના વરસાદ બાદ ખેડૂતોના પાકને નુકસાન, હવે આ તકેદારી રાખવી પડશે

સુરેન્દ્રનગર: કમોસમી વરસાદની આગાહીને ધ્યાને રાખી ખેડૂતો માટે પાક નુકસાનીથી બચવા તકેદારીના પગલાં જાહેર કરાયા હતા. રાજ્યના જિલ્લા ખેતીવાડી વિભાગો દ્વારા તકેદારીના પગલા સૂચવવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર હવામાન ખાતા દ્વારા તા. ૧૬ મે, ૨૦૨૪ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી થયેલી છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને પાકના રક્ષણ માટે નીચે મુજબ તકેદારીના ઉચિત પગલાં લેવા ખેડૂતોને સંદેશ આપવામાં આવ્યો છે.

આ બાબતની રાખવી પડશે તકેદારી

કમોસમી વરસાદથી થતી પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક અસરથી સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળી ન જાય તે રીતે ગોડાઉનમાં સુરક્ષિત રાખવો. એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. એપીએમસીમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી.  આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક/ વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ) KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર -૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક કરી શકાશે.

Related posts

gln_admin

નિરમા યુનિવર્સિટીની રોબોકોન ટીમ નેશનલ રોબોકોન ચેમ્પિયનશિપ 2024 જીતી

gln_admin

લોકસભા ચૂંટણી બંદોબસ્ત 2024 માટે ગુજરાત રાજ્ય દ્વારા 2000 હોમગાર્ડ્સના સભ્યોની ફાળવણી કરાઈ

gln_admin

Leave a Comment