Gujarat Live News
Uncategorized

નર્મદા નદીમાં પાણીમાં ડૂબી જવાની ઘટના બાદ લોકોને શોધવા માટે ચાલી રહેલી કવાયતનું જિલ્લા કલેક્ટર રૂબરુ પહોંચી કર્યું નિરીક્ષણ

નર્મદા : નાંદોદ તાલુકાના પોઇચા પાસે નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતા સ્થળ ખાતેથી પાણીમાં ડૂબી ગયેલી સુરતની સાત વ્યક્તિને શોધવા માટે એનડીઆરએફ, વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ, કરજણ અને ભરુચ નગરપાલિકાના ફાયર વિભાગની મદદથી નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ચાલી રહેલી કવાયતનું કલેક્ટર  શ્વેતા તેવતિયાએ નિરીક્ષણ કર્યું હતું. તેઓ  સાથે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે પણ જોડાયા હતા. બચાવ કાર્યના કેમ્પ સ્થળે હતભાગી પરિવારને રૂબરૂ મળી આ ગોઝારી દુર્ઘટના બદલ સાંત્વના વ્યક્ત કરી હતી. તેમણે બનતી તમામ સહાય કરવા માટેની હૈયાધારણા પણ આપી હતી.

 

સુરતનો એક પરિવાર પોતાના સ્નેહી સંબંધીઓ સાથે પોઇચા, કરનાળીની યાત્રા કરવા માટે આવ્યો હતો. તે દરમિયાન નર્મદા નદીમાં ન્હાવા પડ્યા બાદ તેમાંની સાત વ્યક્તિ પાણીમાં ગરક થઇ ગઇ હતી. તા. ૧૪ના બપોરના સમયે બનેલી ઘટનાની જાણ થયા બાદ નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પગલે નેશનલ ડિઝાસ્ટર રિપોન્સ ફોર્સના જવાનો ઉપરાંત વડોદરા, ભરૂચ અને કરજણ પાલિકાના તરવૈયાઓ દ્વારા શોધખોળ આદરવામાં આવી હતી. આ બચાવ કામગીરીમાં ૬૦ જેટલા તરવૈયાઓ અને નિષ્ણાંતો જોડાયા છે. આજ તા. ૧૫ના બપોરના ચાર વાગ્યા સુધીમાં ૨૮ કલાકથી શોધખોળ ચાલી રહી છે.

 

કલેક્ટર શ્વેતા તેવતિયા સહિત પ્રશાસનિક અધિકારીઓ રાહત અને બચાવની કામગીરી ઉપર સતત નજર રાખી રહ્યા હતા. આજે આ ઉચ્ચ અધિકારીઓએ પોઇચાની મુલાકાત લીધી હતી અને શોધખોળની જાત માહિતી મેળવી હતી. એનડીઆરએફ, આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓ દ્વારા જરૂરી જાણકારી પૂરી પાડવામાં આવી હતી. રાહત કમિશનર કચેરી દ્વારા પણ આ કામગીરીના સતત અપડેટ મેળવાઇ રહ્યા છે.

 

હતભાગી પરિવારને પોઇચા ખાતે ઉતારવામાં આવ્યા છે. તેમની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ પરિવારને રૂબરૂ મળી કલેક્ટરશ્રી તેમના દુઃખમાં સહભાગી થયા હતા અને સાંત્વના પાઠવી હતી. તેમણે આ આપત્તિની ઘડીમાં પરિવારને હરસંભવ મદદ કરવાની હૈયાધારણા પણ આપી હતી. તેમના દુઃખમાં પ્રશાસન પડખે ઉભું છે, એવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી

હતી.

Related posts

મંત્રી ભાનુબહેન બાબરીયાની ઉપસ્થિતિમાં સમરસ છાત્રાલયની છાત્રાઓનો પ્રવેશોત્સવ અને નારી વંદન સપ્તાહની ઉજવણી

gln_admin

સુરેન્દ્રનગરમાં સીટી બસ સુવિધા સહિત વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે

gln_admin

વિશ્વ દૂધ દિવસ – 2024 : ગુજરાતમાં રોજનું 319 લાખ લીટરથી વધુ દૂધનું ઉત્પાદન, 24.64% દૂધનું ઉત્પાદન માત્ર ભારતમાં, વાંચો આ વિશેષ અહેવાલ

gln_admin

Leave a Comment