રાજપીપલા, ગુરૂવાર : નર્મદા જિલ્લાના ૪૯ ઝોન પૈકી ૨૯ “રેડ ઝોન” અને ૨૦ “યલો ઝોન”
જાહેર કરેલ છે. જેથી જાહેરહિત અને રાજ્યની સુરક્ષા શાંતિને ધ્યાને લઈ નર્મદા જિલ્લામાં આવેલ
ક્રિટિકલ/સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઈન્સ્ટોલેશન્સની સુરક્ષા ચુસ્ત કરવા સારૂ અને અનિચ્છનીય બનાવ
બનતા અટકાવવા સારૂં ઈન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જે.કે. જાધવે એક જાહેરનામાં દ્વારા જિલ્લાના
કેટલાંક નિર્દિષ્ટ વિસ્તારોને “નો ડ્રોન ઝોન” ને અનુલક્ષીને “રેડ ઝોન અને યલો ઝોન” તરીકે જાહેર કરતું
જાહેરનામું પ્રસિધ્ધ કરી કેટલાંક પ્રતિબંધ ફરમાવ્યા છે. આ જાહેરનામાની અમલવારી તા. ૧૫/૦૫/૨૪ ના
૦૦.૦૦ કલાકથી તા.૧૩/૦૭/૨૦૨૪ ના ૨૪.૦૦ કલાક સુધી કરવાની રહેશે.
જાહેરનામામાં દર્શાવ્યાં મુજબ “રેડ ઝોન”માં આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર(2 કિમી),
વોટર એરોડ્રોમ-એકતાનગર (100 મીટર), સરદાર સરોવર ડેમ-એકતાનગર (2 કિમી), 132 KV સબ સ્ટેશન,
તિલકવાડા (100 મીટર) , 66 KV સબ સ્ટેશન, આમદલા (100 મીટર), 66 KV સબ સ્ટેશન, નવાગામ
(100 મીટર), 66 KV સબ સ્ટેશન, ગરુડેશ્વર (100 મીટર), 66 KV સબ સ્ટેશન, કોઠી (100 મીટર), 66 KV
સબ સ્ટેશન, નામલપુર (100 મીટરનું અંતર), 66 KV સબ સ્ટેશન, રાજપીપલા (100 મીટર), 66 KV સબ
સ્ટેશન, પ્રતાપનગર (100 મીટર), 66 KV સબ સ્ટેશન, આમલેથા (100 મીટર), 66 KV સબ સ્ટેશન,
અનીજરા (100 મીટર), 66 KV સબ સ્ટેશન, ભાચરવાડા (100 મીટર), 66 KV સબ સ્ટેશન, મોટા રાયપુરા
(100 મીટર), 66 KV સબ સ્ટેશન, ડેડિયાપાડા (100 મીટર), 66 KV સબ સ્ટેશન, બાલ (100 મીટર), 66
KV સબ સ્ટેશન, ચિકદા (100 મીટર), 66 KV સબ સ્ટેશન સબ સ્ટેશન, સાગબારા (100 મીટર), 66 KV
સબ સ્ટેશન, ભોગાવડ (100 મીટર), 66 KV સબ સ્ટેશન, ખૈડીપાડા (100 મીટર), 66 KV સબ સ્ટેશન,
બિતાડા (100 મીટર) રિવરબેડ પાવર હાઉસ, સરદાર સરોવર, કેવડિયા (RBPH) (100 મીટર), કેનાલ હેડ
પાવર હાઉસ, સરદાર સરોવર, કેવડિયા (CHPH) (100 મીટર), ઓરેવા પાવર પ્લાન્ટ, કરજણ ડેમ-જીતગઢ
(100 મીટર), ગુજરાત ગેસ લિમિટેડ (100 મીટર), સુરપાણેશ્વર વાઇલ્ડ લાઇફ અભયારણ્ય (ઈકો સેન્સિટીવ
ઝોનમાં આવતા ગામો, જંગલ સફારી પાર્ક- જંગલ સફારી પાર્ક વિસ્તાર અને જિલ્લા જેલ-જીતનગર (500
મીટર)ના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ UAV (Unarmed Aerial Vehicle) ચલાવી શકશે નહીં.
તેવી જ રીતે ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ “યલો ઝોન“માં આવતા એકતાનગર રેલવે
સ્ટેશન (50 મીટર), સ્વામી નારાયણ મંદિર, પોઇચા (100 મીટર), હરસિદ્ધિ માતા મંદિર, રાજપીપળા (100
મીટર), યાહા મોગી માતા મંદિર, દેવમોગરા (100 મીટર), સિવિલ હોસ્પિટલ, રાજપીપળા (100 મીટર),
કસ્બાવડ-રાજપીપળા (100 મીટર), શ્રેષ્ઠ ભારત ભવન જેટી, કેવડિયા (200 મીટર), જિલ્લા ન્યાયાલય-
રાજપીપલા (100 મીટર), એસપી ઑફિસ, નર્મદા (100 મીટર), કલેક્ટર ઑફિસ, નર્મદા (100 મીટર),
કાકડિયાઆંબા ડેમ (2 કિમી), ચોપડવાવ ડેમ (2 કિમી), SRP ગ્રુપ-18, કેવડિયા (પરિસરની ઉપર), દૂધ
ધારા ડેરી, ડેડિયાપાડા (100 મીટર) અને ટેન્ટ સિટી- 2-એકતાનગર (100 મીટર) ના વિસ્તારમાં કોઈપણ
વ્યક્તિ UAV (Unarmed Aerial Vehicle) ચલાવી શકશે નહીં.
અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગના, સુરક્ષાબળોના તેમજ પોલીસ વિભાગ તથા નાગરિક
ઉડ્ડયન વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ની જોગવાઈઓ
મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા
જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર
પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.