Gujarat Live News
રાજકોટ

પોઈચા અને અન્ય અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

રાજકોટ : થોડા દિવસો પહેલાં હાલમાં સુરત સ્થિર થયેલા અને મૂળ અમરેલી જિલ્લાના પરિવાર સાથે કરુણ દુર્ઘટના બની હતી. નર્મદા નદીના પોઈચા ખાતે આ પરિવાર સ્નાન કરવા આવ્યો હતો જેમાં ૭ સભ્યો ડૂબી ગયા હતા અને તે પૈકી ૪ જેટલા મૃતદેહો મળી આવ્યા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે.

 

નવસારી સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. મોરબીના લલક્ષ્મી નગરના ત્રણ યુવાનો મચ્છુ નદી માં નાહવા પડેલા અને તેમના ડૂબી જતાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા લજાઈના રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે.

સુરત નજીક અકસ્માતમાં એક નવજાત શિશુ સહીત ત્રણ લોકો માર્યા ગયા છે જેમનાં પરિવાર ને પણ પૂજ્ય મોરારીબાપુ તરફથી સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

હિંમતનગર અને કચ્છમાં થયેલા અકસ્માતોમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

gln_admin

પૂજ્ય મોરારીબાપુએ રાજકોટની ગોઝારી અને દુઃખદ ઘટના બાદ સંવેદના વ્યક્ત કરી અને શ્રધ્ધાંજલિ પાઠવી

gln_admin

પૂજ્ય મોરારી બાપૂએ વૃક્ષારોપણ અને પર્યાવરણની સુરક્ષા માટે પંચ તત્વોના રક્ષણનું આહ્વાન કર્યું

gln_admin

Leave a Comment