Gujarat Live News
Uncategorizedગુજરાત

ખેડૂતોએ કપાસના બિયારણની ખરીદી અને વાવેતર અગાઉ આ બાબતની સાવચેતી રાખશે તો પાકનો મોલ મળશે સારો

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં સંભવિત ચોમાસાની ઋતુ આગામી તા.૧૯ જૂનથી શરૂ થાય તેમ છે. કપાસ પાકમાં પીયતની સગવડતા હોય તે ખેડૂતો આગોતરું વાવેતર કરવું અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે.
બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું
અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવું જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહીં. જેથી, છેતરપીંડીનો અવકાશ ન રહે.

અમદાવાદ જિલ્લામાં કપાસ પાકના વાવેતર માટે જરૂરી બીટી કપાસના બિયારણોનો અને રાસાયણિક ખાતરોનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂતોએ કપાસની એક જાતનું વાવેતર ન કરતા બજારમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવું જેથી સંભવિત જોખમ નિવારી શકાય છે.
આમ, બિયારણ અને ખાતરનું જરૂરિયાત મુજબ જુદી જુદી જાત અને જુદા જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવા વિનંતી છે. બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતરો સિવાયના અન્ય ખાતરો ફરજીયાત આપવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવે તો અમદાવાદ જિલ્લાની ખેતીવાડી ખાતાની ઓફિસનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

 

Related posts

 દેશમાં પ્રથમ વખત અમદાવાદ ખાતે કિડ્સ બલૂન કાર્નિવલનું અનોખું આયોજન, અંડર પ્રિવિલેજ બાળકોએ 50 હજાર જેટલા બલૂનથી અવનવા ઈન્સ્ટોલેશન કર્યા

gln_admin

ગુજરાતના લોથલ ખાતે આકાર લઈ રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્સની વિશેષતાના વર્લ્ડ હેરીટેજ કમિટીમાં

gln_admin

ભૂતાનના રાજા અને વડાપ્રધાનને પરત ફરતા પહેલા વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનું વિહંગાવલોકન કર્યું

gln_admin

Leave a Comment