Gujarat Live News
ગુજરાતરાજકારણ

ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2023ની નવી બેચના 8 પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મુલાકાત

ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી IAS મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે
આ ૮ અધિકારીઓમાં ૭ મહિલા અધિકારીઓનો સમાવેશ
બનાસકાંઠા-ભાવનગર-કચ્છ-પંચમહાલ અને વલસાડ-નર્મદા તથા નવસારી જિલ્લાઓમાં સુપર ન્યુમરી આસિસ્‍ટન્‍ટ કલેક્ટર તરીકે ફિલ્ડ તાલીમ માટે ફાળવણી 
ગાંધીનગર – સદકર્મ અને સેવાકાર્યની સુવાસથી લોકહૃદયમાં સ્થાન મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનો અનુરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી IAS અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી.
આ ૮ અધિકારીઓમાં ૭ મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમણે સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન-સ્પીપા માંથી ઇન્સ્ટિટ્યૂશનલ ટ્રેનિંગ પૂર્ણ કરી છે.
આ પ્રોબેશનરી અધિકારીઓની રાજ્યના બનાસકાંઠા, ભાવનગર, કચ્છ, પંચમહાલ અને વલસાડ તથા નર્મદા તેમજ નવસારી જિલ્લાઓમાં ફિલ્ડ તાલીમ માટે સુપર ન્યુમરી આસિસ્‍ટન્‍ટ કલેક્ટર તરીકે ફાળવણી કરવામાં આવેલી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોબેશનરી અધિકારીઓને ગુજરાતમાં ઉચ્ચ પદ પર સેવારત થવાની મળેલી તક દ્વારા સદકર્મ અને સેવાકાર્યની સુવાસથી લોકોના હૃદયમાં સ્થાન મેળવવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીને મળેલા આ પ્રોબેશનરી IAS અધિકારીઓએ પોતાના પરિચય અને શૈક્ષણિક કારકિર્દીની વિગતો તથા તાલીમ દરમિયાનના અનુભવોથી મુખ્યમંત્રીશ્રીને વાકેફ કર્યા હતા.
આ સૌજન્ય મુલાકાત વેળાએ સ્પીપાના ડાયરેક્ટર જનરલ શ્રી મોહમ્મદ શાહિદ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સ્પીપાના નાયબ મહાનિયામક શ્રી વિજય ખરાડી અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.

Related posts

અમદાવાદમાં હીટવેવ અનુસંધાને જનસેવા કેન્દ્રો માટે લેવાયો મોટો નિર્ણય, હવે સવારે એક કલાક વહેલાં ખૂલશે

gln_admin

મુખ્યમંત્રીએ દસક્રોઈના નવીનીકરણ પામેલા ખોડીયાર ગ્રામ પંચાયત ભવન, મોડર્ન આંગણવાડી કેન્દ્ર-૧નું લોકાર્પણ કર્યું

gln_admin

ભૂતાનના રાજાએ ગુજરાતના પ્રવાસની શરુઆત અમદાવાદથી કરી, CM એ એરપોર્ટ પર સ્વાગત કર્યું

gln_admin

Leave a Comment