રાજપીપલા, મંગળવાર :- નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે ૨૧ મી મે, આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.કે.ઉંધાડ અને નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવાની ઉપસ્થિતિમાં વહીવટી તંત્રના કર્મયોગીઓએ લોકોને આતંકવાદી પ્રવૃત્તિ અને હિંસાના દુષ્પ્રભાવથી માહિતગાર કરવા તેમજ રાષ્ટ્રમાં સામાજિક સદભાવ, શાંતિ અને સલામતી જાળવી રાખવા અંગે
શપથ ગ્રહણ કર્યા હતા.
સમગ્ર વિશ્વની સામે પડકાર એવા આતંકવાદી પ્રવૃત્તિઓનો દુનિયાભરમાં હજારો લોકો ભોગ બને છે, ત્યારે નર્મદા જિલ્લા સહિત રાજ્ય-રાષ્ટ્રના યુવાનોને આતંકવાદ અને હિંસાના માર્ગથી દૂર રાખવા, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને શાંતિનો સંદેશ પહોંચાડવા તેમજ યુવાપેઢીને આતંકવાદના દુષ્પ્રભાવથી માહિતગાર કરવા માટે વિવિધ સરકારી, બિનસરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં વિવિધ જાગૃતતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.