ગુજરાતમાં ગરમીનો પ્રકોપ મંડરાઈ રહ્યો છે. આકરી ગરમીમાં લોકોની તબિયત પણ લથડી રહી છે ત્યારે આ ગરમીથી બચવા માટે લોકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરતો સંદેશ સોશિયલ મીડિયામાં જારી કર્યો હતો. મુખ્યમંત્રીએ તેમની પોસ્ટમાં આ મુજબ જણાવ્યું હતું.

ગુજરાતના મારા વ્હાલા સૌ નાગરિક ભાઈ-બહેનો..
આપણે બધા જ હાલ આકરા તડકા અને અતિશય ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ. હવામાન વિભાગે પણ હીટ વેવ સાથે તાપમાન હજુ વધુ ઊંચું જવાની આગાહી કરી છે.
આ આકરા તાપમાં સૌની આરોગ્ય સલામતી જળવાય અને હીટ વેવની અસરોથી લોકોને બચાવી શકાય તે માટેનું આયોજન પણ રાજ્ય સરકાર સંબંધિત વિભાગો સાથે કરી રહી છે.
‘સાવચેતી એ જ સલામતી’ એવા અભિગમ સાથે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે.
આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે, તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ, અનિવાર્ય હોય તો જ નીકળીએ.
પાણી અને પ્રવાહી વધુ પ્રમાણમાં લઈએ અને ડી-હાઇડ્રેશનથી બચીએ.
લૂ લાગવી – સન સ્ટ્રોક લાગવો કે ગરમીના પ્રકોપને કારણે સ્વાસ્થ્યને અસર પડે તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર-દવાખાનાનો સંપર્ક કરીએ.
આ હીટ વેવ, અતિશય ગરમી અને તાપની સ્થિતિમાં સૌ સાવચેતી, સલામતી અને સતર્કતા રાખીએ.
https://x.com/bhupendrapbjp/status/1793598053108404580?s=48&t=XykMrD58Vm_Ei6p2jdjghQ