Gujarat Live News
જીવનશૈલીરાષ્ટ્રીયવિશ્વ

વિશ્વ પ્રી-એક્લેમ્પસિયા જાગૃતિ દિવસ : પ્રી-એકલેમ્પસિયાના કારણે સ્ત્રીઓને થઈ શકે છે જીવલેણ અને ગંભીર સમસ્યા

  • વિશ્વ પ્રી-એક્લેમ્પસિયા જાગૃતિ દિવસ : પ્રી-એકલેમ્પસિયાના કારણે સ્ત્રીઓને લીવર અથવા કિડની ફેલ્યર , ખેંચ , રસ્તસ્ત્રાવ જેવી ગંભીર સમસ્યાઓ થઇ શકે છે
  • ગર્ભાવસ્થાના ૧૧ થી ૧૪ અઠવાડિયા દરમિયાન સ્ક્રીનીંગ ટેસ્ટ અત્યંત આવશ્યક છે- ડૉ. નિશા ભોજવાની, આસિસટન્ટ પ્રોફેસર

 

સમગ્ર વિશ્વમાં ૨૨ મે પ્રી-એક્લેમ્પસિયા જાગૃતિ દિવસ તરીકે મનાવવમાં આવે છે.
લોકોમાં આ ગંભીર સમસ્યા સંદર્ભે જન જાગૃતિ કેળવાય તે ઉમદા ઉદ્દેશય સાથે આ દિવસની
ઉજવણી થાય છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના આસિસટન્ટ પ્રોફેસર, સમરક્ષણ યોધ્ધા ડૉ. નિશા
ભોજવાની આ સંદર્ભે જણાવે છે કે, પ્રી-એક્લેમ્પસિયા એ ચિંતાજનક સ્થિતિ છે. જે ગર્ભાવસ્થા
દરમિયાન કોઈપણ સ્ત્રીને થઈ શકે છે.તે સામાન્ય રીતે ગર્ભાવસ્થાના ૨૦ અઠવાડિયા પછી
સગર્ભા સ્ત્રીના બ્લડ પ્રેશરમાં વધારો દેખાય છે.
તે વિકાસશીલ બાળકની વધતી જતી માંગને અનુકૂલિત કરવામાં માતાની સરક્યુલેટરી
સિસ્ટમ અને હૃદયની અસમર્થતાને કારણે પરિણમે છે.
મેલી (પ્લેસેન્ટા) જે ગર્ભાશયમાં વિકાસશીલ બાળકને પોષણ અને ઓક્સિજન પૂરો પાડે
છે.એમાં ખામી થવાથી માતાના લોહીમાં હાનિકારક રસાયણો મુક્ત થાય છે. જેની આડ અસર
તરીકે માતાના લીવર, કિડની, હ્રદય, મગજ , આંખો અને લોહીના ગંઠાઇ જવાની પધ્ધતિ પર
અસર કરે છે. આના કારણે લીવર અથવા કિડની ફેલ્યર , ખેંચ , રસ્તસ્ત્રાવ જેવી ગંભીર
સમસ્યાઓ સગર્ભા સ્ત્રીને સર્જાઇ શકે છે.

મેલી (પ્લેસેન્ટા)ના ખામીયુક્ત વિકાસને કારણે વિકાસશીલ બાળક પણ પીડાય છે.
બાળકના વિકાસમાં ઘટાડો થવાની સંભાવનાઓ રહેલી છે. પ્રી-એક્લેમ્પસિયાના ગંભીર
સ્વરૂપોનો એકમાત્ર ઈલાજ એ સમયસર પ્રસુતિ છે. પહેલાથી જ આ પ્રકારની સમસ્યાઓમાંથી
પસાર થેયલ બાળક પછી પ્રીમેચ્યોરિટીની વધારાની સમસ્યાઓથી પીડાય છે અને તે બાળકના
સ્વાસ્થ્યમાં સમસ્યાઓની શક્યતાઓ વધી શકે છે અને કેટલીકવાર તે મૃત્યુનું કારણ પણ બની
શકે છે.
આ સ્થિતિ દક્ષિણ એશિયાની મહિલાઓમાં 8-10 ટકા ગર્ભાવસ્થામાં જોવા મળે છે.
આ માતાઓ અને બાળકોને પછીના જીવનમાં હૃદય રોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ અને
કિડની રોગ થવાનું જોખમ વધારે છે.
શું આપણે આ બધું અટકાવી શકીએ?
સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગના વડા ડૉ. ઇલા દેસાઇ જણાવે છે કે,
સગર્ભાવસ્થા દરમિયાન રેડિયોલોજીસ્ટ દ્વારા પ્રથમ ત્રિમાસિક નિયમિત NTNB અલ્ટ્રાસાઉન્ડ
પરીક્ષણ સાથે સ્ક્રીનીંગ કલર ડોપ્લર (યુટ્રાઇન આર્ટરી)ટેસ્ટ ચોક્કસથી આ સ્થિતિના વિકાસની
સંભાવનાની જાણ કરી શકે છે.
જેમાં કોઇપણ પ્રકારનો વધારાનો ખર્ચ થતો નથી. સ્ક્રીનીંગ દરમિયાન આ રીપોર્ટ સ્ક્રીન
પોઝિટિવ હોવાનું જણાય તો તેણીને ચોક્કસ દવા સૂચવવામાં આવી શકે છે. જે આ
ગર્ભાવસ્થામાં પ્રી-એક્લેમ્પસિયાને રોકવામાં મદદ કરી શકે છે. વિશ્વભરના વિવિધ અભ્યાસ
પ્રમાણે આ દવા કે સારવાર મોટા પ્રમાણમાં મહિલાઓ માટે અસરકારક હોવાનું જણાયું છે.

Related posts

શારદાબેન હોસ્પિટલના તબીબોએ પ્રથમવાર સફળ રીતે મગજનું જટિલ ઓપરેશન પાર પાડ્યું

gln_admin

કારગિલ વિજયની રજત જયંતી નિમિત્તે શુરવીરોને યાદ કરવા માટે ભારતીય સેના દ્વારા અનોખો કાર્યક્રમ

gln_admin

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત મૃતકના ઘરે જઇ સ્કીન દાન લેવાયું, જાણો આ વિશેષ અહેવાલ

gln_admin

Leave a Comment