Gujarat Live News
ગુજરાતરાજકોટ

રાજકોટમાં અગ્નિકાંડમાં જીવ ગુમાવનારને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

 

રાજકોટ : તારીખ ૨૫ મેનો દિવસ રાજકોટવાસીઓને અને ગુજરાત ના તમામ સંવેદનશીલ નાગરિકો ને ક્યારેય નહીં ભૂલાય. એ ગોઝારા દિવસે સાંજના સમયે રાજકોટમાં આવેલા ટી આર પી ગેઈમ ઝોનમાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૨૮ લોકોનાં કરુણ મોત નિપજયા છે.

 

આ ઘટના એટલી ભયાવહ હતી કે મૃતદેહોની ઓળખાણ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવો પડશે. પૂજ્ય મોરારીબાપુની કથા ગોંડલમાં ચાલતી હતી અને તે દરમિયાન આ કરુણ સમાચાર પ્રાપ્ત થતાં તેમણે કથા વિરામના દિવસે કથામાં ઉપસ્થિત તમામ શ્રોતાઓ અને સાઘુ સંતોને સાથે રાખીને વ્યાસપીઠેથી આગની ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને કથાના મનોરથી પરિવાર તથા સૌ શ્રોતાઓને સાંકળી તમામ મૃતકોના પરિવારજનોને રુપિયા ૫,૦૦,૦૦૦ (પાંચ લાખનું ) તુલસીદલ સમર્પિત કર્યું છે.

 

વીરપુરના પૂજ્ય જલારામ બાપા પરિવારના શ્રી ભરતભાઈ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. કથા પ્રારંભે પૂજ્ય મોરારીબાપુએ રામનામની ધૂન બોલાવી આર્દ્ર હ્રદયે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી હતી. પૂજ્ય મોરારીબાપુએ દિવંગત થયેલા લોકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી હતી.

Related posts

પૂજ્ય મોરારીબાપુએ રાજકોટની ગોઝારી અને દુઃખદ ઘટના બાદ સંવેદના વ્યક્ત કરી અને શ્રધ્ધાંજલિ પાઠવી

gln_admin

સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારની 7 વિધાનસભા બેઠકોના ઈ.વી.એમ. સ્ટ્રોંગરૂમમાં સીલ કરવા ચૂંટણીતંત્ર દ્વારા રાતભર કામગીરી હાથ ધરાઈ

gln_admin

હયાતીની ખરાઇ બાકી હોય તેવા પેન્શનરો માટે આ છે ખાસ ખબર

gln_admin

Leave a Comment