ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર પોલિસી (2022-2027) જાહેર કરી છે. આ વ્યૂહાત્મક પહેલ સ્થાનિક સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદન
ક્ષેત્રની અંદર ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની અડગ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. પરિણામે, ધોલેરા અને સાણંદમાં માઈક્રોન, ટાટા, સીજી પાવર અને અન્ય ઘણા બધા ઉદ્યોગપતિઓને હોસ્ટ કરવા માટે ગુજરાત ભાગ્યશાળી છે.
સેમિકોન ઈન્ડિયા ફ્યુચર સ્કીલ્સ ટેલેન્ટ કમિટીના અહેવાલમાં અનુમાન કરવામાં આવ્યું છે કે 2032 સુધીમાં ભારતને
સેમિકન્ડક્ટર-સંબંધિત ઉદ્યોગોમાં આશરે 1.2 મિલિયન કુશળ વ્યાવસાયિકોની જરૂર પડશે.
સેમિકન્ડક્ટર ક્ષેત્રના વ્યાવસાયિકોની માંગના પ્રતિભાવમાં, નિરમા યુનિવર્સિટીએ ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં VLSI ડિઝાઇનમાં
M.Tech અને એમ્બેડેડ સિસ્ટમ્સમાં M.Techના વર્તમાન કાર્યક્રમો સાથે, સેમિકન્ડક્ટર ટેક્નોલોજીમાં M.Tech નવો અનુસ્નાતક
કાર્યક્રમ શરૂ કર્યો છે.
નવો પ્રોગ્રામ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજીનું વ્યાપક જ્ઞાન પ્રદાન કરે છે. અભ્યાસક્રમ સેમિકન્ડક્ટર ફિઝિક્સ, ડિઝાઈન અને ઉત્પાદન પ્રક્રિયાઓના ફન્ડામેન્ટલ્સથી લઈને પેકેજિંગ અને ટેસ્ટિંગ સુધીના સેમિકન્ડક્ટર ટેક્નોલોજીના તમામ પાસાઓને આવરી લે છે.
પ્રોગ્રામમાંથી સ્નાતક થયેલા પ્રોફેશનલ્સ ઇન્ટિગ્રેટેડ સર્કિટ ડિઝાઇન, ફિઝિકલ ડિઝાઇન, ફાઉન્ડ્રી પ્રોસેસ ડિઝાઇન, યીલ્ડ
એનાલિસિસ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) અને વધુમાં એન્જિનિયર્સ તરીકે કારકિર્દી બનાવવાની વૈવિધ્યતા ધરાવતા હશે.
ડો. ઉષા મહેતા, પ્રોફેસર અને નિરમા યુનિવર્સિટીના EC હેડ, જણાવ્યું હતું કે M. Tech in Semiconductor Technology
Programme એ ગુજરાતની કોઈપણ યુનિવર્સિટી દ્વારા ઓફર કરવામાં આવતો તેના પ્રકારનો પ્રથમ પ્રોગ્રામ હોઈ શકે છે. આ
પહેલ નિઃશંકપણે સેમિકન્ડક્ટર અને વીએલએસઆઈ ક્ષેત્રોમાં સારી રીતે પ્રશિક્ષિત વ્યાવસાયિકોનું ઉત્પાદન કરીને ઉદ્યોગને લાભ કરશે. તે ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગના ક્ષેત્રમાં મુખ્ય અનુસ્નાતક કાર્યક્રમ તરીકે સેવા આપશે.