Gujarat Live News
સુરત

નર્મદા જિલ્લામાં બહારના મજુરોને કામદાર તરીકે રાખનારે પોલીસ સ્ટેશનમાં કરવી પડશે જાણ, જાહેરનામું પ્રસિદ્ધ

રાજપીપલા,બુધવાર : નર્મદા જિલ્લામાં બહારના મજુરોને કામદાર તરીકે રાખનારે નિયત નમૂનામાં ફોર્મ ભરી કામદારને રાખવા અંગે અધિક મેજીસ્ટ્રેટ તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.

નર્મદા જિલ્લાના અધિક મેજીસ્ટ્રેટ સી.કે.ઉંધાડએ તેમને મળેલી સત્તાની રૂએ નર્મદા જિલ્લામાં બહારના મજુરોને કામદાર તરીકે રાખનાર જે તે એકમના માલિક, એજન્ટ, દલાલ, લેબર કોન્ટ્રાકટર વગેરેને જાહેરનામામાં દર્શાવ્યા મુજબના નિયત નમૂનામાં ફોર્મ ભરી કામદારને રાખનાર માલિકે કામદારને રાખ્યાં પછી ૨૪ કલાકમાં સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા હુકમ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.૨૧/૦૭/૨૦૨૪ સુધી કરવાની રહેશે.

રાજ્ય/જીલ્લા બહારના મજુરોને કામદાર તરીકે રાખવા અંગે માલીકે કામદાર તરીકે રાખનાર વ્યકિતનુ નામ જેમાં સરનામુ, આઇ.ડી.પ્રુફ અને મોબાઇલ નંબર, કામદાર તરીકે રહેનાર વ્યકિતનુ નામ જેમાં સરનામુ, મોબાઇલ નંબર અને આઇ.ડી.પ્રુફ, કામદાર તરીકે લાવનાર એજન્ટ, દલાલ, મકડદમનુ નામ, સરનામુ, મોબાઇલ નંબર અનેઆઇ.ડી.પ્રુફ, કામદાર તરીકે અગાઉથી રાખેલ હોય તો તેની પુરી વિગત, નામ, સરનામુ, મોબાઇલ નંબર, આઇ.ડી.પ્રુફ અને સમયગાળો, કામદાર તરીકે રાખેલ વ્યકિતનુ કાયમી વસવાટનુ નામ જેમાં સરનામુ, પોલીસ સ્ટેશનનુ નામ, કામદારનો વ્યવસાયનુ નામ જેમાં અભ્યાસ અને કેટલા સમય
માટે રોકાનાર છે તેમાં કામદાર તરીકે રાખનારની સહી, કામદાર તરીકે લાવનાર એજન્‍ટ, દલાલ, મકડદમની સહી, કામદારની સહી અને તા././૨૦ વગેરે અંગેનું સબંધીત પોલીસ સ્ટેશન ખાતે તેની નોંધણી અંગેનું નિયત ફોર્મ ભરવું. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Related posts

મળો ગુજરાતના આનંદ કુમારને, 4 વર્ષથી વગર ફીએ ટ્રેનિંગ આપી, 300થી વધુ યુવાનોને રોજગારી માટે તૈયાર કર્યા, જાણો કેવી રીતે થઈ હતી સફર શરુ

gln_admin

વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એકતા નગર જંગલ સફારીના પ્રાણી-પક્ષીઓની ઉનાળામાં આ રીતે રાખવામાં આવે છે તકેદારી

gln_admin

ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના મકાનોમાં રહેતા લોકો માટે ખૂશખબર, રીડેવલપમેન્ટ ઝડપી થાય એ માટે મુખ્યમંત્રીના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો

gln_admin

Leave a Comment