વર્ષ-૨૦૨૪ના સત્ર માટે આઈ.ટી.આઈ. સરખેજ ખાતે એડમિશન પ્રક્રિયા શરૂ
તા.૧૩ જૂન, ૨૦૨૪ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે
અમદાવાદ જિલ્લામાં આવેલ ઔધોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ) સરખેજ ખાતે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક્સ, સિવિલ, કમ્પ્યૂટર, ઓટોમોબાઇલ, એપરલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન જેવા વિવિધ ૨૧ જેટલા ટ્રેડમાં હાલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેના માટે ઉમેદવારો તા.૧૩ જૂન, ૨૦૨૪ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકશે.
એડમિશન માટે રજિસ્ટ્રેશન, ફી અને ચોઇસ ફિલિંગ વગેરે જેવી માહિતી માટે સંસ્થા ખાતે રૂબરૂ સંપર્ક કરી શકાશે. પ્રવેશ માટે ઓનલાઇન https://itiadmission.gujarat.gov.in/ વેબસાઈટ પર ધોરણ ૮ પાસથી ગ્રેજ્યુએશન કર્યું હોય તેવા ઉમેદવારો તા.૧૩ જૂન, ૨૦૨૪ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
આ પ્રક્રિયા માટે આઇ.ટી.આઇ સરખેજ ખાતે નિઃશુલ્ક હેલ્પ સેન્ટર સુવિધા ઉપલબ્ધ છે. જ્યાં ઓનલાઇન ફોર્મ પણ ભરી આપવામાં આવશે. પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારો કચેરી સમય દરમ્યાન પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે રૂબરૂ સંપર્ક કરી શકશે.