- વર્લ્ડ હાઇપર ટેન્શન માસ અંતર્ગત અમદાવાદના ચાંગોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આવકારદાયક પહેલ કરાઇ
- વર્લ્ડ હાઇપર ટેન્શન માસ અંતર્ગત અમદાવાદના સાણંદ તાલુકામાં તપાસ કરાઈ
અમદાવાદ : હાલમાં ચાલી રહેલા વર્લ્ડ હાઇપર ટેન્શન માસ અંતર્ગત અમદાવાદના સાણંદ તાલુકાના
ચાંગોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા આવકારદાયક પહેલ કરવામાં આવી છે.
ભરઉનાળે ગરમી વચ્ચે ડ્યુટીમાં તૈનાત ચાંગોદર પોલીસ મથકના પીઆઇ ગોજીયા અને
સ્ટાફ તથા ચાંગોદર ગ્રામ પંચાયતના સભ્યો સહિતના લોકોના આરોગ્યની તપાસ કરવામાં
આવી. જેમાં NCD સહિતના ચેકઅપ તથા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.
આ સમગ્ર આયોજન અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શૈલેષ
પરમાર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ પટેલ, સાણંદ તાલુકા આરોગ્ય
અધિકારી ડૉ. બી.કે. વાઘેલાના માર્ગદર્શન મુજબ આયુષ્યમાન આરોગ્ય મંદિર, PHC
સનાથલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રક્લપમાં ચાંગોદરના સરપંચશ્રી બહાદુરસિંહ તથા
પ્રા.આ.કેન્દ્ર સનાથલના મેડિકલ ઓફિસર ડૉ. કૌશિક વિઠ્ઠલાપરા તથા ચાંગોદર સ્ટાફે જહેમત
ઉઠાવી હતી.