Gujarat Live News
અમદાવાદગુજરાત

લોકસભાના પરીણામ માટે ચૂંટણીપંચે શરુ કરી તૈયારીઓ, મતગણતરી કેન્દ્રોની મુલાકાતે અધિકારીઓ

  • મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ અમદાવાદ ખાતે મતગણતરી કેન્દ્રોની મુલાકાત લીધી
  • અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ અને અમદાવાદ
    પશ્ચિમ લોકસભા બેઠક માટે ગુજરાત કૉલેજ ખાતે તૈયારીઓની કરી સમીક્ષા

અમદાવાદ : સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ. બી. પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. અને જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેની ઉપસ્થિતિ તારીખ 4 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતગણતરી યોજાનાર છે. રાજ્યભરમાં મતગણતરી કેન્દ્રો તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે.

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ અમદાવાદ ખાતે મતગણતરી કેન્દ્રોની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી. અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ ખાતે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી થનાર છે, તો ગુજરાત કોલેજ ખાતેથી અમદાવાદ પશ્ચિમ બેઠકની મતગણતરી કરવામાં આવશે.

મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતી અને સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ. બી. પટેલે બંને મતગણતરી કેન્દ્રોની મુલાકાત લઈને મતગણતરી અંગેની વ્યવસ્થાઓ તથા સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ નિહાળી હતી તેમજ આ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર અને નેહા ગુપ્તા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

ઉનાળાની અંગ દઝાડતી ગરમીના માહોલમાં અમદાવાદમાં પ્રિ-મોન્સુન તૈયારીઓ સંદર્ભે બેઠક

gln_admin

સાત ધાનમાંથી તૈયાર થતો આ અર્ક શાકભાજી, ફળો, ફૂલો, દાણાવાળા પાકમાં ઉત્તમ ભૂમિકા ભજવે છે

gln_admin

મુખ્યમંત્રીએ દસક્રોઈના નવીનીકરણ પામેલા ખોડીયાર ગ્રામ પંચાયત ભવન, મોડર્ન આંગણવાડી કેન્દ્ર-૧નું લોકાર્પણ કર્યું

gln_admin

Leave a Comment