Gujarat Live News
ગુજરાત

સરકાર દ્વારા પ્રમાણિત બિયારણની ખરીદી પર સહાય સીડ રીપ્લેશમેન્ટ રેટ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો માટે મહત્વના સમાચાર

રાજપીપલા, બુધવાર : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ગુણવતાયુક્ત બિયારણ મળી રહે અને
વધુ ઉત્પાદન આપતી નવી જાત અપનાવી ઉત્પાદનમાં વધારો થાય તેવા હેતુથી ૧૦૦% રાજ્ય પુરસ્કૃત
સીડ રીપ્લેશમેન્ટ રેટ (SRR) યોજના અંતર્ગત વિવિધ પાકોના પ્રમાણિત બિયારણો સહાયના ધોરણે આપવા
માટેની યોજના અમલમાં મુકવામાં આવી છે.

આ યોજનાનો લાભ નર્મદા જિલ્લાના તમામ વર્ગના ખેડૂત ખાતેદાર લઈ શકે છે. આ સહાય
યોજનાનો લાભ વહેલા તે પહેલાના ધોરણે અને બિયારણના જથ્થાની ઉપલબ્ધતાને આધીન સોયાબીન,
દિવેલા અને તલ પાકોના નવીન જાતોના પ્રમાણિત બિયારણોમાં એટસોર્સ સહાયના ધોરણે ગુજરાત રાજ્ય
બીજ નિગમ અને નેશનલ સીડ કોર્પોરેશનના અધિકૃત વિક્રેતાઓ પાસેથી મળી શકશે.

આ યોજનામાં સોયાબીન પાકમાં JS-2094, JS-2098 અને NRC-127, દિવેલા પાકમાં GCH-8,
GCH -9 તેમજ તલ પાકમાં GJT-5 અને GUJ TIL-6 જાતોમાં સહાય મળવાપાત્ર છે. સહાયના ધારા ધોરણ
મુજબ સોયાબીન પાકમાં બિયારણની કિંમતના ૫૦% અથવા પ્રતિ કિલોગ્રામ રૂ.૪૦/- ની મર્યાદામાં બે માંથી
જે ઓછું હોય તે, દિવેલા અને તલ પાકમાં બિયારણની કિંમતના ૫૦% અથવા પ્રતિ કિલોગ્રામ રૂ. ૮૦/- ની
મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે મુજબની સહાય મળવાપાત્ર છે.

આ સહાય ખાતાદીઠ જમીન ધારક્તાની મર્યાદામાં વધુમાં વધુ બે હેક્ટર માટે સહાય મળવાપાત્ર રહેશે. આ
યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ ગુજરાત રાજય બીજ નિગમ, નેશનલ સીડ કોર્પોરેશનના
અધિકૃત વિક્રેતાનો સંપર્ક કરી જરૂરી ૮-અ અને આધાર કાર્ડની નકલ રજુ કરવાની રહેશે.

આ યોજના અંગેની વધુ જાણકારી માટે ગામના ગ્રામસેવક (ખેતી) તેમજ તાલુકાના વિસ્તરણ
અધિકારી (ખેતી) /તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક પેટા વિભાગની કચેરીનો સંપર્ક
કરી શકાશે. તેમજ નજીકના ગુજરાત રાજ્ય બીજ નિગમ, નેશનલ સીડ કોર્પોરેશનના અધિકૃત વિક્રેતાનો
સંપર્ક કરવા નર્મદા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

મુખ્યમંત્રીએ દસક્રોઈના નવીનીકરણ પામેલા ખોડીયાર ગ્રામ પંચાયત ભવન, મોડર્ન આંગણવાડી કેન્દ્ર-૧નું લોકાર્પણ કર્યું

gln_admin

અમદાવાદમાં હીટવેવ અનુસંધાને જનસેવા કેન્દ્રો માટે લેવાયો મોટો નિર્ણય, હવે સવારે એક કલાક વહેલાં ખૂલશે

gln_admin

પીએસએમ મલ્ટિ-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને આયુષ્માન ભારત યોજનામાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ પ્રાપ્ત થયું સન્માન

gln_admin

Leave a Comment