Gujarat Live News
Uncategorized

ખેતીની જમીનનું સ્વાસ્થ્ય જાણવા માટે જિલ્લાના તમામ ગામોમાં જમીનના નમૂના લેવાની કામગીરી શરૂ

 

ભુજ: રાજ્ય સરકારના આદેશના પગલે કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી,જિલ્લા પંચાયતના વડપણ હેઠળ જમીનનું સ્વાસ્થ્ય જાણવા માટે જિલ્લાના તમામ ગામોમાં ખેતીની જમીનના નમૂના લેવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા પંચાયત, મદદનીશ ખેતી નિયામક(વિ),પેટા વિભાગ, ભુજ, નખત્રાણા તથા ભચાઉ ,મદદનીશ ખેતી નિયામક (જમીન ચકાસણી પ્રયોગશાળા), ભુજ-કચ્છ તથા વિસ્તરણ અધિકારી (ખેતી)ના સંકલન તથા માર્ગદર્શન હેઠળ જિલ્લાના ભુજ, માંડવી, મુંદ્રા, ભચાઉ, રાપર, અંજાર, ગાંધીધામ, અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાના તમામ ગામોમાં સોઇલ હેલ્થ કાર્ડ માટે ગામદીઠ ૨૧ જમીનના નમુના એકત્રીકરણ કરવાની કામગીરી જિલ્લાના ૧૦૯ ગ્રામસેવકઓ દ્વારા ચાલુ છે.જે નમુનાનું જમીન ચકાસણી પ્રયોગશાળામાં પૃથક્કરણ કરવામાં આવશે જેથી જમીનના સ્વાસ્થ્ય વિશેની માહિતી પ્રાપ્ત થશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબાર યાદીમાં જણાવાયું છે.

Related posts

લોકસભા ચૂંટણી બંદોબસ્ત 2024 માટે ગુજરાત રાજ્ય દ્વારા 2000 હોમગાર્ડ્સના સભ્યોની ફાળવણી કરાઈ

gln_admin

પ્રાકૃતિક કૃષિ: જાણો, ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) એટલે શું? તેની રચનાની પ્રક્રિયા અને ખેડૂતોને થતા ફાયદા

gln_admin

શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગારના ભરતી મેળામાં ઉપસ્થિત ૩૩૨ ઉમેદવારોમાંથી ૨૯૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

gln_admin

Leave a Comment