Gujarat Live News
Uncategorized

લોકસભા મતગણતરી કેન્દ્રો પર મોબાઇલ સહિતના ઉપકરણો પર પ્રતિબંધ, મંગળવારે નેતાઓનું મોટું પરિણામ

લોકસભા ચૂંટણી 2024 – અમદાવાદ શહેર

મતગણતરીના અનુસંધાનમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું

મતગણતરી કેન્દ્રો પર મોબાઇલ સહિતના ઉપકરણો પર પ્રતિબંધ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નું તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન કરવામાં
આવેલ હોય જેની મત ગણતરી તા:૦૪/૦૬/૨૦૨૪ના રોજ અમદાવાદમાં (૧) ગુજરાત કોલેજ
એલિસબ્રિજ (૨) એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી ખાતે થનાર છે. આ
મતગણતરી શાંતિપૂર્ણ રીતે અને સુમેળભર્યા વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે જાહેર સલામતી
કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે જરૂરી છે.

 


હું જી.એસ.મલિક, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-
૧૯૭૩(૧૯૭૪ના નં.૨)ની કલમ-૧૪૪થી મને મળેલ અધિકારની રુએ નીચે પ્રમાણે ફરમાવું છું.
(૧) મત ગણતરી મથકની અંદર, કમ્પાઉન્ડમાં કે, મત ગણતરી મથકની ચારેય બાજુની ૨૦૦
મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ વ્યકિતએ સેલ્યુલર/મોબાઇલ ફોન, કોડલેસ ફોન,
વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઇ વિજાણુ સાધનો લઇ જવા ઉપર પ્રતિબંધ
ફરમાવું છું.
(૨) મતગણતરી મથકની અંદર, કમ્પાઉન્ડમાં કે, મતગણતરી મથકની ચારેય બાજુની ૨૦૦
મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ પણ વ્યકિત વાહનો લઈ જઇ શકશે નહીં અથવા પાર્ક પણ
કરી શકશે નહિ. વાહનોનો અર્થ પરિવહનના હેતુ માટે ઉપયોગમાં લઇ શકાય તેવા યંત્ર
શકિતથી કે અન્ય રીતે ચાલતા કોઇ પણ પ્રકારના વાહનનો સમાવેશ થાય છે.

(૩) મતગણતરી મથકની અંદર, કમ્પાઉન્ડમાં કે, મત ગણતરી મથકની ચારેય બાજુની ૨૦૦
મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ પણ વ્યકિત બાકસ (માચીસ) લાઇટર, ગેસ લાઇટર કે
અન્ય સળગાવી શકાય તેવા પદાર્થો કે ચીજ સ્તુઓ લઇ જઇ શકશે નહિ કે તેનો ઉપયોગ કરી
શકશે નહીં.
આ હુકમમાં નીચેના અપવાદ છે.
કાયદો અને વ્યવસ્થાના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓ અને મત ગણતરી મથક અને તેની
આસપાસ ફરજ ઉપર મૂકેલ સલામતી કર્મચારીઓ તેમની વિધિસરની ફરજ દરમ્યાન
સેલ્યુલર/મોબાઇલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટનો વગેરેનો ઉપયોગ કરી શકશે. આ જ
પ્રમાણે ભારતના ચૂંટણી પંચે નિમેલા નિરીક્ષકો અને મત ગણતરીની ફરજોનો હવાલો ધરાવતા
અધિકારીશ્રીઓ/કર્મચારીઓ તેમની વિધિસરની ફરજ દરમ્યાન આવાં સાધનોનો ઉપયોગ
કરી શકશે.

મત ગણતરી સ્થળોની મુલાકાત લેતા ચૂંટણી અધિકારીઓ

આ હુકમ તા.૦૪/૦૬/૨૦૨૪ના કલાક ૦૦.૦૦થી મત ગણતરી પૂરી થાય ત્યા સુધી
અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર શખ્સ ભારતની સંહિતાની કલમ ૧૮૮ હેઠલ શિક્ષાને પાત્ર
થશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતા સંયુક્ત/ અધિક પોલીસ
કમિશનરશ્રીના દરજ્જાથી પો.સ.ઈ. સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ
જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ- ૧૮૮ મુજબ ફરિયાદ માંડવા માટે
અધિકૃત કરવામાં આવે છે.

 

Related posts

મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમ-વીવીપેટ રીસિવિંગ સેન્ટરો પર સ્ટ્રોંગરૂમ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોકલાયા

gln_admin

રાજકોટની આગની ઘટના બાદ રાજ્યનું ફાયર વિભાગ થયું સાબદું, મોકડ્રીલમાં લાઈવ બતાવી આગથી બચવાની કામગિરી

gln_admin

gln_admin

Leave a Comment