Gujarat Live News
Uncategorized

ઓબ્ઝર્વર અભિનવ ચંદ્રાએ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી

  • ઓબ્ઝર્વર અભિનવ ચંદ્રાએ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી
  • એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ ખાતે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે યોજાનાર મતગણતરી પ્રક્રિયાની તૈયારીઓની કરી સમીક્ષા
  • જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તાની ઉપસ્થિતિ

અમદાવાદ : તારીખ 4 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતગણતરી યોજાનાર છે. રાજ્યભરમાં મતગણતરી કેન્દ્રો તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે.

ઓબ્ઝર્વર અભિનવ ચંદ્રાએ ૭-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી. આગામી 4 જૂનના રોજ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ ખાતે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી થનાર છે.
આ મુલાકાત સમયે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તા અને ઝોન -૧ ડીસીપી હિમાંશુ વર્મા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઓબ્ઝર્વરએ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને મતગણતરી અંગેની વ્યવસ્થાઓ તથા સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ નિહાળી હતી તેમજ આ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Related posts

નિરમા યુનિવર્સિટીની રોબોકોન ટીમ નેશનલ રોબોકોન ચેમ્પિયનશિપ 2024 જીતી

gln_admin

વિદેશ અભ્યાસ માટે ડૉ.બાબા સાહેબ આંબેડકર લોન સહાય હેઠળ  5 વર્ષમાં અમદાવાદ જિલ્લામાંથી 1026 વિદ્યાર્થીઓને 15.39 કરોડની લોન અપાઈ

gln_admin

ચોમાસામાં વાવાઝોડું અને વીજળી ભારતના મોટા ભાગને અસર કરતા હવામાનના મુખ્ય સંકટો, જાણો નાગરિકોએ શું તકેદારી રાખવી….

gln_admin

Leave a Comment