Gujarat Live News
Uncategorizedકચ્છ

મતગણતરી મથક અને તેની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં

  • મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં
  • મત ગણતરીના દિવસે પ્રતિબંધાત્મક આદેશોનું પાલન કરવું

ભુજરવિવારઃ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે થયેલ મતદાનની ગણતરી આગામી તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ સરકારી ઈજનેરી કોલેજ, ભુજ ખાતે કરવામાં આવશે. આ મત ગણતરીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની મતગણતરીની કામગીરી દરમિયાન આદર્શ આચારસંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે.

        કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરાએ ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ ફરમાવેલ છે કે, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ના થનાર છે. મતગણતરી મથક સિવિલ એન્ડ એપ્લાઈડ મિકેનીકલ બિલ્ડીંગ, ગર્વમેન્ટ એન્જિનિયરીંગ કોલેજ, ભુજ-કચ્છ આસપાસ તા.૦૪/૦૬/૨૦૨૪ના મત ગણતરી દિવસે  સવારે ૪ કલાકથી મતગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી આદર્શ આચાર સંહિતા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે હુકમો કરેલ છે.

મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં. મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં સભા ભરી શકાશે નહીં કે સંબોધી શકાશે નહીં કે સરઘસ કાઢી શકાશે નહીં. મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ વાહન લઈ જઈ શકશે નહીં. મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ બાકસ, લાઈટર, ગેસ લાઈટર કે અન્ય સળગાવી શકાય તેવા પદાર્થો કે ચીજ વસ્તુઓ લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. મત ગણતરીના દિવસે ઉમેદવારો કે ઉમેદવારોના ટેકેદારો તથા રાજકીય પક્ષોના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થાય તે સંભવ હોય તેઓએ મત ગણતરીની કામગીરીમાં કોઈ અડચણ ઉભી કરવી નહીં. મતગણતરીના દિવસે ઉમેદવારો કે ઉમેદવારોના ટેકેદારો તથા રાજકીય ૫ક્ષના કાર્યકરો દ્વારા જાહેર રોડ ઉ૫ર ફટાકડા ફોડી શકાશે નહીં.

આ હુકમો ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વરશ્રીઓ, ચૂંટણી ફરજ પરના સરકારી કર્મચારી/અધિકારીઓ તથા ચૂંટણી ફરજ પરના વાહનો, ચૂંટણી અધિકારીશ્રી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અથવા પોલીસ અધિક્ષકશ્રી અધિકૃત કરે તેવા વ્યક્તિઓને લાગુ પડશે નહીં.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે તેમજ દોષિત જાહેર થનારને એક માસની સાદી કેદ અથવા રૂ. ૨૦૦/-નો દંડ અથવા બંન્ને સજા થઈ શકશે.

Related posts

મંત્રી ભાનુબહેન બાબરીયાની ઉપસ્થિતિમાં સમરસ છાત્રાલયની છાત્રાઓનો પ્રવેશોત્સવ અને નારી વંદન સપ્તાહની ઉજવણી

gln_admin

જી.ટી.યુ.ના એસોસિએટ ડીન ડો. તેજલ આર.ગાંધીને ફેલોશીપ એવોર્ડ-2024 એનાયત થયો

gln_admin

૧૦૮ની અવિરત સેવા : રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૨૯ દિવસમાં ૧ લાખ ૧૪ હજારથી વધુ દર્દીઓ માટે દેવદૂત 

gln_admin

Leave a Comment