Ahmedabad: BNI તેના બિઝનેસ નેટવર્ક માટે વિશ્વભરમાં જાણીતું તો બન્યું જ છે પરંતુ મેમ્બર્સની સાથે સાથે તેમના પરિવાર સાથે પણ ક્રિએટિવ અને લર્નિંગ શેરીંગના કાર્યક્રમો તેમજ વિવિધ ડેઝનું આયોજન કરતું આવ્યું છે ત્યારે ફરી એકવાર BNI પ્રોમેથિયસ ચેપ્ટર અમદાવાદ ખાતે કિડ્સ ડેના અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. માત્ર 30 સેકન્ડમાં BNI મેમ્બર્સના બાળકોએ તેમના માતા પિતાના બિઝનેસને લોકો સમક્ષ સારી રીતે પ્રેઝન્ટેશન કરી સમજાવ્યો હતો. આ કાર્યક્રમ પાછળનું કારણ બાળકોને પણ માતા પિતા સાથે પ્રવૃત્ત રાખવાનું છે.
અદભૂત એવી આ ચેલેન્જને સ્વિકારતા નાના ભૂલકાઓ તેમના માતા પિતાના બિઝનેસને વધુ સારી રીતે સમજ્યા હતા અને એટલી જ સારી રીતે તેમને અહીં ઉપસ્થિત રહેલા લોકોને પણ સમજાવ્યા હતા. આ અનોખો કાર્યક્રમ BNI દ્વારા અગાઉ પણ આયોજિત કરાયો હતો. 100 લોકોની સામે બાળકોની પ્રતિભા જોવા મળતા માતા પિતા પણ ગર્વની લાગણી અનુભવ્યા હતા. એક બીજા મેમ્બર્સ પણ બાળકોની આ પ્રતિભાને જોવે તેમજ બાળકોમાં પણ સ્ટેજ ફિયર અત્યારથી જ દૂર રહે તેવા પ્રયાસો સાથે આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. 11 જેટલા બાળકોએ તેમના માતા પિતાના જુદા-જુદા બિઝનેસ વિશે ખૂબ જ રસપ્રદ રીતે સમજાવતા લોકો પણ ખૂશ થયા હતા અને તાળીઓના ગડગડાટથી બાળકોના પ્રેઝન્ટેશનના વખાણ કર્યા હતા.
5 જૂન 2024ના રોજ આજે જોગાનું જોગ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે પણ છે અને વિવિધ ડેઝ પૈકી આજે BNI તરફથી કિડ્સ ડે હતો ત્યારે એ પણ મેસેજ આપવામાં આવ્યો હતો કે, જે રીતે પર્યાવરણનું જતન કરવામાં આવે છે એવી જ રીતે બાળકોની પણ કાળજી એ જ રીતે શરુઆતથી લેવામાં આવે તો પર્યાવરણની જેમ બાળકોનું પણ ભવિષ્ય પણ ખીલેલું રહે. બાળકો એ આવતી કાલની ધરોહર છે ભવિષ્યમાં બિઝનેસ, નોકરી સહીતના ક્ષેત્રે ઝંપલાવશે અત્યારથી જ આ બાબતોને ઝડપી શીખી શકે તેવા આશય સાથે BNI પ્રોમેથિયસ ચેપ્ટરે બાળકો માટે આ કાર્યક્રમ આયોજિત કર્યો હતો.