રાજપીપલા, ગુરૂવાર :- રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગે નોંધાયેલી જાણવા જોગ નંબર-૧૮/૨૦૨૪માં ગુમ થનાર સગુફતાબેન મુખ્તીયારખાન પઠાણ આ.ઉ.વ.૨૮, રહે-રાજપીપલા વડ ફળીયુ, તા-નાંદોદ, જિ-નર્મદા. જેઓ ગત તા. ૨૭/૦૫/૨૦૨૪ના કલાક.૦૭/૪૫ વાગ્યાના અરસામાં કોઇને પણ કહ્યા વગર ક્યાંક જતા રહ્યા છે.
તેમના શરીરે ગુલાબી કલરનો ટોપ અને ક્રીમ કલરની લેગીંઝ પહેરેલ છે. તેમની ઉંચાઇ આશરે ૪ ફુટની છે તથા રંગે ઘઉં વર્ણની અને કપાળ મોટું, નાક લાંબુ, આંખો માજરી, વાળ કાળા છે. તથા શરીરે મધ્યમ કાઠાની છે. તે ગુજરાતી અને હિન્દી ભાષા બોલે છે. જેથી આ ગુમ થનાર યુવતી અંગે કોઈને જાણ થાય તો રાજપીપલા પોલીસ સ્ટેશનના ફોન.નં-૦૨૬૪૦-૨૨૦૦૪૧ પર સંપર્ક કરવા
રાજપીપલા પોલીસ મથકની એક અખબારી યાદીમાં જણાવાયું છે.