Gujarat Live News
ગુજરાતરમતગમતસુરત

T-20 વર્લ્ડ કપના માહોલ વચ્ચે સ્પ્રિન્ટ એરા ફરીવાર સુરતમાં મહિલા ક્રિકેટ પ્રેમીઓ માટે લઈને આવી રહ્યું છે TCL ક્રિકેટ ટૂર્નામેન્ટ

  • T-20 વર્લ્ડ કપના માહોલ વચ્ચે સ્પ્રિન્ટ એરા ફરીવાર સુરતમાં ક્રિકેટનો મેદાને જંગ
  • શનિવારથી બે દિવસની ટુર્નામેન્ટનું થશે આયોજ
  • મહિલા પોલીસની ટીમ પણ થઈ સામેલ

સુરત: ક્રિકેટનો ઉત્સાહ જે રીતે દેશ અને ગુજરાતમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉત્સાહમાં વધારો કરતી TCL (ટોપ ચેમ્પિયન્સ લીગ) સિઝન ટૂ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. સવાણી ફાર્મ, મોટા વરાછા સુરત ખાતે તારીખ 8 અને 9 જૂન શનિવાર અને રવિવારના દિવસે આ આયોજન થવા જઈ રહ્યું છે. સુરત શહેરનો આ વિકેન્ડ ખૂબ જ શાનદાર વિતશે. ક્રિકેટ ટૂર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે ચીફ ગેસ્ટ શ્રી હર્ષ સંઘવી, ગૃહ મંત્રી ગુજરાત તથા સુશ્રી સંગીતા પાટીલ, ધારાસભ્ય સુરત તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે સુશ્રી ગંગાબહેન પાટીલ તથા શ્રી ગૌરાંગ મિસ્ત્રી, ફાઉન્ડર IIIC એન્ડ અંકવિશ્વ તથા શ્રી મહેશ સવાણી, ચેરમેન પીપી સવાણી ગ્રુપ તથા શ્રી પ્રવિણભાઈ કોરડીયા એચવીકે ગ્રુપ તથા શ્રી હિતેશભાઈ વાઘસીયા, એચવીકે ગ્રુપ તથા શ્રી નાગજીભાઈ શાકરીયા, એચવીકે ગ્રુપ સહીતના શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહીને મહિલા પ્લેયર્સનો ઉત્સાહ વધારશે.

 

પીપી સવાણી ગ્રુપના મહેસ સવાણી, એચવીકે ગ્રુપના ઓનર નાગજીભાઈ શાકરીયા, એપલ ફૂડ્સ પાર્ટનર છે તથા માય એરીયા પ્લસ ગિફ્ટિંગ પાર્ટનર બન્યા છે તથા સી.મનસુખલાલ જ્વેલર્સે આખી ટીમને સપોર્ટ કરવા માટે પહેલ કરી છે તથા ઘણી બધી કોર્પોરેટ્સ ટીમ બાય કરીને આખા પ્રોજેક્ટને સપોર્ટ કરીને આઈપીએલ જેવો માહોલ સ્પ્રિન્ટ એરા દ્વારા ઉભો કરાય છે.

 

મહત્વની વુમન ટોપ ચેમ્પિન્સશિપ લીગ સુરત સિઝન 2ની વાત કરવામાં આવે તો કુલ 12 ટીમો સામેલ થઈ છે. જેમાં ગત વર્ષની જેમ મહિલા પોલીસની ટીમ પણ ક્રિકેટ રમશે. એસીપી મિની જોશેફ આ મહિલા ટીમને લીડ કરશે. વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ ટોપ ચેમ્પિયન્સ લીગ (TCL)ની ખાસિયત એ છે કે, આ ટૂર્નામેન્ટમાં વર્કિંગ વૂમન, આંત્રપ્રિન્યોર્સ, સ્ટુડન્ટસ સહીતની વિવિધ ટીમો ભાગ લઈ રહી છે. દરેક ટીમમાં અવેજી સહીતની 15 મહિલા ખેલાડીઓ હશે. આ ટૂર્નામેન્ટ હાર્ડ ટેનિસ બોલ પર યોજવામાં આવશે. જેમાં થ્રો બોલિંગ હોય છે. કેટેગરી પ્રમાણે જોવા જઈએ તો દર વખતે આ ટૂર્નામેન્ટમાં બેસ્ટ બોલિંગ, બેસ્ટ બેટ્સ બેટિંગ, વુમન ઓફ ધ ટૂર્નામેન્ટ, બેસ્ટ સ્ટ્રાઈકર, વિનિંગ ટીમ અને રનરઅપ ટીમ સહીતની ટ્રોફી, મેડલ તથા સર્ટિફીકેટ આપવામાં આવે છે.

 

આ અંગે આયોજક નિમિષા શાહે કહ્યું હતું કે, સિઝન વનની સફળતા બાદ સુરતમાં સિઝન ટૂને લઈને મહિલા ક્રિકેટર્સમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણી મહિલાઓ એવી છે કે જેમનામાં ક્રિકેટનું અદભૂત ટેલેન્ટ હોય છે પરંતુ ક્યારેય તેમને મોકો નથી મળ્યો તો એવી મહિલાઓને પ્લેટફોર્મ આપવાનું કામ અમે કરી રહ્યા છીએ. મહિલા ક્રિકેટર્સ માટે TCL ટોપ ચેમ્પિયન્સ લીગ આ સિવાય અમદાવાદ તેમજ રાજકોટ અને વડોદરામાં યોજાઈ ચૂકી છે પરંતુ સુરતમાં આ વખતે બીજી સિઝન છે. સતત આ શહેરોમાં આયોજનોના કારણે TCL ટૂર્નામેન્ટે એક આગવું સ્થાન મેળવી લીધું છે.

 

 

વધુમાં જણાવતા ટીસીએલના અન્ય આયોજક અનંગ મિસ્ત્રીએ કહ્યું કે,  સ્પ્રિન્ટ એરા એ નોન પ્રોફેશન વુમન્સ ક્રિકેટ રમાડવાનું કાર્ય છેલ્લા 2011થી કરતું આવ્યું છે. ભવિષ્યમાં સ્પ્રિન્ટ એરા TCL થકી આખા ગુજરાતમાં વિવિધ શહેરોમાં ટૂર્નામેન્ટ ઓર્ગનાઈઝ કરશે. અમારો હેતુ આગામી સમયમાં ગુજરાતમાં મહિલાઓની એક સશક્ત ટીમ બનાવવાનો છે, જે બીજા રાજ્યો સાથે રમવા જશે. આગામી સમયમાં વધુ ગુજરાતના વિવિધ શહેરોમાં આયોજનો કરીને ગુજરાતમાં મહિલાઓની એક સ્ટ્રોંગ ટીમ તૈયાર કરીશું. જે ભારતના અલગ અલગ રાજ્યોની ટીમ સાથે રમશે. ટૂંક સમયમાં ભારતની સશક્ત અને મજબૂત ટીમ તૈયાર કરવામાં આવશે જે આંતરરાષ્ટ્રીય વુમન્સ ક્રિકેટને ભારત દેશ તરફથી રીપ્રેઝેન્ટ કરશે.

Related posts

કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ચૂંટણી સમયે આવા નિવેદન કરી લોકશાહીની પ્રક્રિયાને ડેમજ કરવાનો પ્રયત્ન કર્યો છે – પાટીલ

gln_admin

લોકસભાના પરીણામ માટે ચૂંટણીપંચે શરુ કરી તૈયારીઓ, મતગણતરી કેન્દ્રોની મુલાકાતે અધિકારીઓ

gln_admin

કર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે CMએ સુરક્ષા માટે કરી રજૂઆત

gln_admin

Leave a Comment