Gujarat Live News
ગુજરાત

વડનગર, કચ્છનું હોડકો ગામ અને સાબરમતી રિવરફ્રન્ટને ‘એશિયા બિગેસ્ટ ટૂરિઝમ એવોર્ડ સીઝન- 6’ એનાયત કરાયા

પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ‘એશિયા બિગેસ્ટ ટૂરિઝમ એવોર્ડ સીઝન- 6’ એનાયત કરાયા

વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈ હાંસલ કરી છેઃ મૂળુભાઈ બેરા

પ્રવાસન અને મનોરંજન તથા હોસ્પિટાલિટી જગત સાથે જોડાયેલા અગ્રણીઓને વિવિધ કેટેગરી હેઠળ એવોર્ડ અપાયા

વડનગર, કચ્છનું હોડકો તથા સાબરમતી રિવરફ્રન્ટને પણ મળ્યા જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ

અમદાવાદના આઇકોનિક રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજિત એશિયા બિગેસ્ટ ટુરિઝમ
એવોર્ડ સીઝન-6માં પ્રવાસન મંત્રી  મૂળુભાઈ બેરા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે હાજરી
આપી હતી. મંત્રીના હસ્તે પ્રવાસન અને મનોરંજન જગત સાથે જોડાયેલા અગ્રણીઓને
વિવિધ ૧૩ જેટલી કેટેગરી અંતર્ગત એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈ હાંસલ કરી
છે. આજે ભારતનાં આઇકોનિક સ્થળો પૈકી એક એવા સાબરમતી રિવરફ્રન્ટ પર આ એવોર્ડનું
આયોજન થયું છે, તે આનું સૌથી મોટું ઉદાહરણ છે.

મૂળુભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, આપણું ગુજરાત એશિયાટિક સિંહોના વસવાટનું સ્થળ,
વૈવિધ્યસભર જીવસૃષ્ટિ, વિશાળ દરિયાકિનારો, હેરિટેજ શહેર, બ્લ્યુફ્લેગ બીચ ધરાવતું
પ્રવાસનની દૃષ્ટિએ અનોખું રાજ્ય છે. આજે ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓને અનુકૂળ
વાતાવરણ સર્જાયું છે, જેના પરિણામે ગત વર્ષે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત
અગ્રેસર રહ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતમાં હેરિટેજ ટુરિઝમ, મરીન ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, બિઝનેસ ટુરિઝમનો અસીમ
વિકાસ થાય તે માટે ગુજરાત સરકારનો પ્રવાસન વિભાગ પ્રયાસરત અને પ્રતિબદ્ધ છે, એવું
મંત્રીએ ઉમેર્યું હતું.

આજના સમારોહમાં આઇકોનિક ટુરિઝમ ડેવલમેન્ટ પ્રોજેક્ટની કેટેગરીમાં સાબરમતી રિવરફ્રન્ટ
ડેવલપેન્ટ કોર્પોરેશન લિમિટેડને એવોર્ડ મળ્યો, જ્યારે અન્ય એક એવોર્ડ વડનગરના વિકાસ
માટે ગુજરાત ટૂરિઝમને યુનિક ઇનિશિયેટિવ ઓફ ટૂરિઝમ ડેસ્ટિનેશન કેટેગરીમાં અપાયો હતો.
હોડકો ગામના સરપંચને બેસ્ટ ટુરિઝમ વિલેજ ફોર હોમસ્ટેની કેટેગરીમાં એવોર્ડ આપવામાં
આવ્યો હતો. આમ પ્રવાસન અને મનોરંજન તથા હોસ્પિટાલિટી જગત સાથે જોડાયેલા
અગ્રણીઓને વિવિધ કેટેગરી હેઠળ એવોર્ડ એનાયત કરાયા.

 

Related posts

સાધુ સંપત્તિ નહીં સંતતિ માગે છે: મોરારિબાપુ

gln_admin

ગીર સહીતના અભયારણ્યોમાં પ્રવેશ પર પ્રતિબંધ, જાણો શું છે કારણે

gln_admin

મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ : અમદાવાદ

gln_admin

Leave a Comment