Gujarat Live News
અમદાવાદ

અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે પ્રિ-મોન્સુન અંતર્ગત પુર જેવી પરિસ્થિત પર મોકડ્રીલ, સર્જાયા દિલ ધડક દ્રશ્યો

અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે પ્રિ-મોન્સુન અંતર્ગત પુર જેવી પરિસ્થિત પર મોકડ્રીલ યોજાઈ

ચોમાસા દરમિયાન પૂરની સંભવિત પરિસ્થિતિમાં ઝડપી રાહત અને બચાવની કામગીરી થઇ શકે તે સંદર્ભે રાહતકાર્યની સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાઈ

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જિલ્લા કલેકટર કચેરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે મોકડ્રીલ યોજાઈ

ચોમાસાની ઋતુમાં સંભવિત તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ

AHMEDABAD : ચોમાસા પૂર્વે એટલે કે પ્રિ-મોન્સુન તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેરના કાંકરિયા તળાવ ખાતે પૂર/હેઝાર્ડ પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, જિલ્લા કલેકટર કચેરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું.

સમગ્ર મોકડ્રીલમાં કાંકરિયા તળાવ ખાતે મુસાફરોની બોટ કેવી પાણીમાં પલટી જતા મુસાફરો તણાઈ જાય છે અને ત્યાં ઊભેલા સામાન્ય નાગરિકો દ્વારા 108, પોલીસ વિભાગ, SDRF અને DEOCને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ તમામ ટીમ ઘટનાસ્થળે પહોંચી ડૂબેલા લોકોનું રેસ્કયુ કરવામાં આવે છે. રેસ્ક્યુ કરેલ લોકોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. આવી રીતે સમગ્ર ઘટનાનું લાઈવ નિદર્શન કરવામાં આવે છે અને આમ,સફળતાપૂર્વક મોકડ્રીલ કરવામાં આવી.

આ મોકડ્રીલ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા બચાવ અને રાહત કામગીરીઓનું નિદર્શન યોજાયું હતું અને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ મોકડ્રીલનો હેતુ કટોકટીના સંજોગોમાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી તથા સબંધિત વિભાગો સતર્ક રહી જાનહાનિ અટકાવી અસરગ્રસ્ત વ્યક્તિઓના જીવનની રક્ષા કરવાનો હતો.

 

Related posts

સમરાગા ફેસ્ટિવલે હોમેજ કાર્યક્રમ દ્વારા અમદાવાદના શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા

gln_admin

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત મૃતકના ઘરે જઇ સ્કીન દાન લેવાયું, જાણો આ વિશેષ અહેવાલ

gln_admin

અમદાવાદની ૧૪૭મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ

gln_admin

Leave a Comment