- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અમદાવાદમાં સીનીયર સીટીઝનના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ
- પરિવાર (ઓરીજનલ) દ્વારા આયોજિત કરાયો સ્નેહમિલન કાર્યક્રમ
- CMની રહી ખાસ પ્રેરક ઉપસ્થિતિ, તેમણે કહી ખાસ વાત
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા આર.કે.હોલ ખાતે સિનિયર સિટીઝન પરિવાર (ઓરીજનલ ) દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી એ વરીષ્ઠ નાગરિકો સાથે ખુલ્લા મને સવાંદ કર્યો હતો.
જેમાં વરીષ્ઠ નાગરિકો દ્વારા કરવામાં આવેલી અનેક રજૂઆતો તેમને સાંભળી હતી અને રાજ્ય સરકાર દ્વારા તત્વરે નિકાલ કરવામાં આવશે તેવું આશ્વાસન પણ મુખ્યમંત્રીએ સૌ વરીષ્ઠ નાગરિકોને આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો તેમજ તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.