Gujarat Live News
અમદાવાદગુજરાત

 ધી ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોસીએશનના વર્ષ 2024 -2025ના હોદ્દેદારોની જુદા જુદા પદો માટે વરણી કરાઈ

અમદાવાદઃ ધી ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોસીએશનની યોજાયેલ AGMમાં ધી ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોસીએશનના વર્ષ 2024 -2025ના નવા હોદ્દેદારો તથા નવા કારોબારી સભ્યો વિજયી થતા તેમની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
શૈલેશ એચ મકવાણા, પ્રમુખ તરીકે નિમાયા
: આશુતોષભાઈ ઠક્કર, રમેશભાઈ ત્રિવેદી મંત્રી તરીકે નિમાયા

વરણી કરવામાં આવેલ હોદ્દેદારોમાં શ્રી શૈલેશ એચ મકવાણા, પ્રમુખ તરીકે નિમાયા હતા તથા ઉપપ્રમુખ પદે શ્રી નરેન્દ્ર ડી. કરકરની તથા શ્રી જગદીશ વ્યાસની વરણી થઈ હતી આમ ઉપપ્રમુખ પદે આ બંને હોદ્દેદારો નિયુક્ત થયા હતા તથા અન્ય હોદ્દેદારોની વાત કરવામાં આવે તો શ્રી આશુતોષભાઈ ઠક્કર મંત્રી પદે અને શ્રી રમેશભાઈ ત્રિવેદી પણ મંત્રી પદે નિમાયા હતા આમ આ પદ માટે પણ આ બે હોદ્દેદારો નિયુક્તિ પામ્યા હતા તથા શ્રી નિશાંત શાહ, ખજાનચી તથા કારોબારી સભ્યો તરીકે શ્રી બીપીનકુમાર બી. ભાવસાર, શ્રી દર્શિત પી. શાહ, શ્રી મેહુલ એન શાહ, શ્રી નીતેશ ડી. શાહ, શ્રી પ્રીતેશ એસ.ગાંધી અને શ્રી જય વી. ઠક્કર સહિતના મહાનુભાવો નિમાયા હતા.
આગામી સમયમાં હોદ્દેદારો દ્વારા ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોસિએશનને લગતા મહત્વના નિર્ણયો હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે એટલું જ આગામી સમયની એસોસિએશનને વધુ ઉંચાઈઓ સુધી લઈ જતી નવી વ્યૂહ રચના વિશે પણ હોદ્દેદારોએ તત્પરતા દર્શાવી હતી સાથે જ આવનાર સમય માટે એસોસિએશનને લગતી જરૂરી બાબતો માટે યોગ્ય નિર્ણયો લેવામાં આવશે. આ સાથે જૂના હોદ્દેદારોએ તેમજ નાગરિકોએ નવા હોદ્દેદારોને મળીને અંતઃકરણથી શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

સાણંદના સામાજિક કાર્યકર મનુભાઈ બારોટના પુસ્તક ‘માનવ સેવાની મહેક’ નું વિમોચન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

gln_admin

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ગ્રામ્ય ક્ષેત્રની સ્થિતિ જાણવા માટે અધિકારીઓ પહોંચ્યા ગામડે

gln_admin

પીએસએમ હોસ્પિટલમાં ઓપરેશન વિના જ 7 વર્ષના બાળકના પેટમાંથી ડૉક્ટરે દોઢ ઈંચનું લોહીચૂંબક બહાર કાઢ્યું

gln_admin

Leave a Comment