Gujarat Live News
સુરત

નર્મદા જિલ્લામાં ચોમાસા પહેલા જળાશયોમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું થયું પ્રસિદ્ધ

NARMADA: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.કે.ઉંધાડને મળેલ સત્તાની રૂએ અત્રેના જિલ્લામાં આવેલ નીચે મુજબના ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિઓ/પ્રવાસીઓને જળાશયોમાં ન્હાવા તથા અન્ય કારણોસર પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાનાં જીતગઢ કરજણ ડેમના નીચેના ભાગે, પોઈચા ભાઠા, માંડણ
ગામ, રામપુરા ઘાટ, કાળીયાભૂત ધોધ (જીતનગર બાર ફળિયા ગામ), ગામડી ભાઠા, કરજણ ઓવારા,
ગુવાર ભાઠા, કરજણ બ્રીજ (રંગ અવધુત પાસે), પોઈચા બ્રીજ નીચે નર્મદા નદીમાં, ઓરી નર્મદા નદીનો
કિનારો, સિસોદ્રા નર્મદા નદીનો કિનારો, પાટણા નર્મદા નદીનો કિનારો, વરાછા નર્મદા નદીનો કિનારો, જુના
ઘાંટા ધોધ (ચોમાસા દરમિયાન), વિસાલખાડી, બાર ફળિયા વણઝર ખાતે કરજણ નદીમાં, જુનારાજ.
ગરૂડેશ્વર તાલુકાનાં ગોરા હરિધામ આશ્રમના પાછળના ભાગે આવેલ ઓવારા, ગરૂડેશ્વર વિયર
ડેમના પાછળના ભાગે, ગરૂડેશ્વર દત્ત મંદિર ઓવારા, વાસલા નદી કિનારા વિસ્તાર, એકતા ક્રુઝ જેટી પોઈન્ટ
– ૦૧ (રમાડા હોટેલ પાછળ), સૂર્ય કુંડ (વાગડીયા), વાગડીયા ગામ જુના બ્રીજ પાસે, ગોરા નવા બ્રીજ પાસે,
ગોરા ત્યાગી ઘાટ (નર્મદા ઘાટ, નર્મદા આરતી સ્થળ પાસે), સ્ટેચ્યુ ઓફ યુનિટી જેટી પોઈન્ટ, વ્યૂ પોઈન્ટ
નં.-૦૧ (સરદાર સરોવર ડેમ), વ્યૂ પોઈન્ટ નં.-૦૨ (સરદાર સરોવર ડેમ), સરદાર સરોવર ડેમ, સરદાર
સરોવર ડેમ પાછળ આવેલ બોટ પોઇન્ટથી મોખડી પોટાહાટ સુધી, ડાઇક નં.-૦૧ ટેન્ટ સીટી-૨ પાસે, ડાઇક
નં.-૦૨ ટેન્ટ સીટી-૨ પાસે, ડાઇક નં.-૦૩ ટેન્ટ સીટી-૨ પાસે, ઝીરો પોઇન્ટ ભૂમલિયા (કેનાલ), વોટર
એરોડ્રોમ, ઝરવાણી ધોધ, ખલવાણી.

તિલકવાડા તાલુકાનાં તિલકવાડા નર્મદા નદી ઓવારો, રેંગણ નર્મદા નદી ઓવારો,
વાસણ–નર્મદા નદી કાંઠા વિસ્તાર અને દેડીયાપાડા તાલુકાનાં નીનાઈ ધોધ, કોકમ હનુમાનજી મંદિર તેમજ
સાગબારા તાલુકાનાં ચોપડવાવ ડેમ, નાના કાકડી આંબા ડેમમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ જાહેરનામાંની અમલવારી તા.૧૨/૦૮/૨૦૨૪ સુધી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર
વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Related posts

રાજપીપલાથી બે યુવતીઓ ગુમ, યુવતીઓની ભાળ પોલીસ અને પરીવારને જાણ કરવા અનુરોધ

gln_admin

વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એકતા નગર જંગલ સફારીના પ્રાણી-પક્ષીઓની ઉનાળામાં આ રીતે રાખવામાં આવે છે તકેદારી

gln_admin

મળો ગુજરાતના આનંદ કુમારને, 4 વર્ષથી વગર ફીએ ટ્રેનિંગ આપી, 300થી વધુ યુવાનોને રોજગારી માટે તૈયાર કર્યા, જાણો કેવી રીતે થઈ હતી સફર શરુ

gln_admin

Leave a Comment