GANDHINAGAR: ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી (FIU), યુએસએના પ્રતિનિધિમંડળ તા.12 થી 14 જૂન, 2024
દરમિયાન NFSU, ગાંધીનગરની મુલાકાત લીધી હતી. ડૉ. કેનેથ જી. ફર્ટન, પ્રોવોસ્ટ એમેરિટસ, FIUના નેતૃત્વમાં
આવેલા આ પ્રતિનિધિમંડળમાં ડૉ. કેવિન લોથરિજ, મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી, FIU અને પ્રો. એસ.એસ. આયંગર,
એફઆઈયુના એમેરેટસ પ્રોફેસરનો સમાવેશ થયો હતો. આ પ્રતિનિધિમંડળે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ
યુનિવર્સિટીના કુલપતિ, ડો. જે.એમ. વ્યાસ વિવિધ વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા કરી.
NFSUના વાઇસ ચાન્સેલર ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી
(NFSU), ભારત અને ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી (FIU, USA) સંયુક્ત રીતે નજીકના ભવિષ્યમાં ફોરેન્સિક
સ્ટડી સેન્ટરની સ્થાપના કરશે. જેથી વૈશ્વિક સ્તરે ફોરેન્સિક ક્ષમતાઓને મદદ મળી શકે. શૈક્ષણિક, તાલીમ, સંશોધન
અને વિકાસ અને કન્સલ્ટન્સી સાથે સંયુક્ત ડિગ્રી પ્રોગ્રામ્સ, સંશોધન પ્રોજેક્ટ્સ અને ફેકલ્ટી/સ્ટુડન્ટ એક્સચેન્જ
પ્રોગ્રામ આ સૂચિત અભ્યાસ કેન્દ્રનો ભાગ હશે.
ડૉ. કેનેથ જી. ફર્ટન અને ડૉ. કેવિન લોથરિજે ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વિષય ઉપર વિસ્તૃત પ્રેઝન્ટેશન
આપ્યું અને NFSUના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. જ્યારે એક બેઠક દરમિયાન સંભવિત સંયુક્ત કાર્યો
માટે ફોરેન્સિક વિજ્ઞાનમાં વિશિષ્ટ સંભવિત ક્ષેત્રોની ચર્ચા કરવા NFSU ફેકલ્ટી સભ્યો સાથે એક ઇન્ટરેક્ટિવ સત્રનું
આયોજન કરવામાં આવ્યું હતું. સંભવિત સંયુક્ત પ્રોજેક્ટ્સ તથા કેનાઇન ફોરેન્સિક્સ, ન્યુક્લિયર ફોરેન્સિક્સ, CBRN
કેસમાં તપાસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વાઇલ્ડ લાઇફ ફોરેન્સિક્સ, મશીન લર્નિંગ, સાયબર સિક્યોરિટી અને
ડિજિટલ ફોરેન્સિક્સ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર; શ્રી સી.ડી. જાડેજા,
એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર, NFSU; પ્રો. (ડૉ.) નવીન ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગોવા અને પ્રો. (ડૉ.) પૂર્વી
પોખરિયાલ, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-દિલ્હી ઉપસ્થિત હતા.