Gujarat Live News
ગુજરાત

તમારા ઘરમાં કોઈ વડીલ હોય, વૃદ્ધ હોય તો તેમની સાર-સંભાળ લો, સમય વિતાવો, તેમને સાંભળો: DCP સફીન હસન

 

AMA ખાતે HELPAGE ઈન્ડિયા દ્વારા વૃદ્ધ સતામણી નાબૂદી દિવસ કાર્યક્રમનું આયોજન
કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ પૂર્વના DCP શ્રી સફિન હસન ઉપસ્થિત રહ્યા હતા. આ
કાર્યક્રમ Creating an Inclusive eldercare ecosystem (વૃદ્ધોની સાર સંભાળ માટે આકર્ષક ઈકો
સિસ્ટમ બનાવવી) થીમ પર યોજાયો હતો. હેલ્પએજ ઈન્ડિયા દ્વારા તૈયાર કરેલ Ageing India:
Exploring Preparedness Response to Care Challenges રિપોર્ટનું વિમોચન સફીન હસનના
હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે અમદાવાદ પૂર્વ ટ્રાફિક DCP સફિન હસને સિનિયર સિટીઝનને પડતી
ટ્રાફિકની સમસ્યાઓની વાત કરતા જણાવ્યું હતું કે, આપણા વડીલો આપણા સીનીયર
સીટીઝનને ઘર પરિવારના સભ્યોએ પ્રેમથી સમજાવવા જોઈએ અને હેલ્મેટ પહેરવાના આદિ
કરવા જોઈએ, કારણકે છેલ્લા કેટલાય સમયથી સિનિયર સિટીઝનના અકસ્માતના બનાવો વધુ

બને છે. બે કિલોમીટર કે ત્રણ કિલોમીટરના અંતરે ટુ-વ્હીલર લઈને જવું ખોટી વાત નથી પરંતુ
હેલ્મેટ ન પહેરવું એ ચિંતાનો વિષય છે, માટે ઘરના સભ્યોએ તેમની કાળજી લેવી જોઈએ અને
વડીલો એ પણ દેશના જવાબદાર નાગરિક તરીકે પોતાની કાળજી માટે હેલ્મેટ પહેરવું જોઈએ.
આ બાબતે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાત્રિના સમયે સિનિયર સિટીઝને રોડક્રોસ કરતા
સમયે પરિવારના કોઈ સભ્ય કે આસપાસના કોઈ નાગરિકની મદદ લઈને રોડક્રોસ કરવો
જોઈએ, કારણ કે કોઈ યુવાન રોડક્રોસ કરે અને કોઈ સિનિયર સિટિઝન રોડક્રોસ કરે તેમાં અંતર
છે, અને વાહનચાલક દૂરથી વૃદ્ધ અને યુવાનના રોડક્રોસ કરવાનું આ અંતર સમજે તે પહેલા
સિનિયર સિટીઝન અકસ્માતનો ભોગ બનતા હોય છે માટે રાત્રિના સમયે કપડા પર રેડિયમ
લગાડીને નીકળવું, પરિવારના સભ્ય સાથે નીકળવું અથવા ઝીબ્રા ક્રોસિંગ પર સિગ્નલ બંધ
હોય ત્યારે નીકળવું તે અનિવાર્ય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

DCP સફીન હસને વધુમાં જણાવ્યું હતું કે, આજકાલ સિનિયર સિટીઝનો સાઇબર
ક્રાઇમનો ભોગ બનતા હોય છે, જેનું મુખ્ય કારણ મોબાઈલની સમજણ ન હોવી, કોઈ લાલચમાં
આવી જવું કે ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવવાની ઈચ્છા હોવી. આ બધી બાબતોને
ધ્યાનમાં રાખીને અસામાજિક તત્વો સિનિયર સિટીઝનો સાથે છેતરપિંડી આચરતા હોય છે,
સાયબર ક્રાઇમનો ભોગ બન્યા બાદ સીનીયર સીટીઝન વ્યક્તિ પોલીસમાં કહેતા ડર અનુભવે
છે, તો તેમને કોઈ પણ જાતનો ડર કે શરમ અનુભવવાની જરૂર નથી. પોલીસ વિભાગ હંમેશા
તેમની સાથે છે અને પરિવારના સભ્યોએ સિનિયર સિટીઝનને સાથ સહકાર આપવો જોઈએ
સાથેજ આજકાલ બનતી ઘટનાઓથી રૂબરૂ કરાવવા જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું.

સફીન હસને વધુમાં જણાવ્યું હતું કે, હાલના સીનીયર સીટીઝનોએ લીમડાના વૃક્ષ
નીચે બેસાડીને આપવામાં આવતું શિક્ષણથી માંડીને હાલ મોબાઈલમાં અપાતું ઓનલાઇન
શિક્ષણ સુધીનો સમય જોયો છે, પત્ર લેખનથી માંડીને હાલ બીજી જ ક્ષણે ઇન્ટરનેટ દ્વારા
વીડિયો કોલ પર વાતચીત કરવા સુધીનો સમય જોયો છે. બાળપણની અવસ્થા અને
વૃદ્ધાવસ્થા આ બંનેમાં હું કંઈ ફરક નથી સમજતો કારણકે જેમણે આપણે સૌને પહેલા સાચવ્યા
હવે આપણી ફરજ અને જવાબદારી છે એમને સાચવવાની તેમ તેમણે જણાવ્યું હતું.
અંતે તેમણે જણાવ્યું હતું કે, હું આપ સૌ પરિવારજનોને વિનંતી કરું છું કે, તમારા ઘરમાં
કોઈ વડીલ હોય, વૃદ્ધ હોય તો તેમની સાર-સંભાળ લો, તેમની સાથે સમય વિતાવો, તેમને
સાંભળો અને વડીલોને પણ વિનંતી કરું છું કે, તમારા સમયમાં જે બાબતો નકારાત્મક સર્જાઈ
હોય તે વાતનું પુનરાવર્તન તમારી આવનારી પેઢીને ન કહેશો.

આજની આ યુવા પેઢીને આનંદ થાય છે, સમાજને એ દર્શાવવામાં કે એમના દાદા-દાદી
કે નાના-નાની કેટલા મોર્ડન છે. એટલે જે યુવાન અને વૃદ્ધ વચ્ચેનું અંતર છે, તે યુવાનો અને
વડીલોએ સમજવું જોઈએ અને એકબીજાને સહાયરૂપ બનવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.

Related posts

પૂજ્ય મોરારી બાપુએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રા અંગેની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ અને બે પુસ્તકોનું અનાવરણ કર્યું

gln_admin

ત્રિભુવની રામકથા “માનસ પિતામહ” ની પૂર્ણાહુતિ ટાણે…

gln_admin

અમદાવાદ મહાનગરપાલિકાનો સી.એન.સી.ડી. વિભાગ હીટવેવ બાદ હવે સફાળો જાગ્યો

gln_admin

Leave a Comment