Gujarat Live News
શિક્ષણ

શાળા પ્રવેશોત્સવ- ગ્રામ્ય વિસ્તારમાં બળદગાડાની સવારી કરી, માથા પર સાફો બાંધી સ્કૂલે પહોંચ્યા ભૂલકાઓ

  • શાળા પ્રવેશોત્સવ- નર્મદા જિલ્લો
  • ગ્રામ્ય વિસ્તારમાં બળદગાડાની સવારી કરી ઘરેથી આવ્યા
  • માથા પર સાફો બાંધી સ્કૂલ પહોંચ્યા ભૂલકાઓ
  • સાગબારા તાલુકાના બાળકોનો સુશોભિત કંકુ પગલાં સાથે આંગણવાડીમાં પ્રવેશ

રાજપીપલા, બુધવાર :- નર્મદા જિલ્લામાં ત્રિ- દિવસીય પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે સમગ્ર જિલ્લાના નાગરિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સાગબારા તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશ કરી રહેલા બાળકોને આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા શણગારેલાં બળદો અને સુશોભિત ગાડાંમાં બેસાડી બળદગાડાની સવારી સાથે આંગણવાડી કેન્દ્ર સુધી ભૂલકાંઓને લઈ જવાયા હતા. બાદમાં કંકુ તિલક કરી હોંશભેર કંકુ પગલાં સાથે બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાયો હતો.

સાગબારા તાલુકાના ગામોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગાંધીનગરથી વન વિભાગના APCCF- NREGA જી. રમન્ના મુર્થિ (IFS) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે આંગણવાડી નવા પ્રવેશ મેળવનાર બાળકોને યુનિફોર્મ તથા પ્રિ-સ્કૂલ કિટ અને દાતાઓ તરફથી મળેલાં રમકડાં વિતરણ કરવામાં આવ્યા હતા.

Related posts

ગુજરાતમાં તમામ સિલેબસ માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે : સીએમ ભૂપેન્દ્ર પટેલ

gln_admin

નિરમા યુનિવર્સિટીની રોબોકોન ટીમ નેશનલ રોબોકોન ચેમ્પિયનશિપ 2024 જીતી

gln_admin

હ્યુમન મેન્ટર્સ અને AI સિસ્ટમ્સ વચ્ચેનું સહઅસ્તિત્વ એક નૈતિક પડકાર: પ્રો. એસ.એસ. આયંગર

gln_admin

Leave a Comment