Gujarat Live News
અમદાવાદ

ટપાલ સેવા અને પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અને પેન્શન અદાલતનું થશે આયોજન

  • ટપાલ સેવા અને પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ આવશે જલદી
  • 16 જુલાઈના રોજ ડાક અને પેન્શન અદાલતનું આયોજન
  • ટપાલ સેવા સંબંધિત ફરિયાદો આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસિઝનું આવશે નિરાકરણ
  • કંપ્લેઈન્ટ સેક્શનને અને પેન્શન સબંધિત ફરિયાદો 11 જુલાઈ સુધી મોકલવાની રહેશે

મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ- 380 001 ખાતે તા. 16.07.2024ને મંગળવારના રોજ 11-00 કલાકે ડાક અદાલત અને 12-00 કલાકે પેન્શન અદાલતનું આયોજન.

 

ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ- ૩૮૦૦૦૧ ખાતે તા. 16.07.2024 ને મંગળવારના રોજ 11.00 કલાકે ડાક અદાલત અને 12.00 કલાકે
પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓ અને પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

અદાલતમાં રજૂ કરવાની ટપાલ સેવા સબંધિત ફરિયાદ આસિસ્ટંટ ડાયરેક્ટર, પોસ્ટલ સર્વિસીઝ (કંપ્લેઇન ઓફિસર), કંપ્લેઇન સેકશન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર, અમદાવાદ- ૩૮૦૦૦૧ અને પેન્શનને લગતી ફરિયાદો આસિસ્ટંટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ, પેન્શન સેક્સન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ- ૩૮૦૦૦૧ને મોડામાં મોડી તારીખ- 11.07.2024ને ગુરુવાર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક
આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહીં, તેમ મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલે તેમની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

જીમ ચેઈનની પ્રીમિયમ બ્રાન્ડ ગૂડ લાઈફ ફિટનેસ જીમનું નિકોલ અમદાવાદ ખાતે ભવ્ય ઉદઘાટન કરાયું

gln_admin

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ગ્રામ્ય ક્ષેત્રની સ્થિતિ જાણવા માટે અધિકારીઓ પહોંચ્યા ગામડે

gln_admin

 દેશમાં પ્રથમ વખત અમદાવાદ ખાતે કિડ્સ બલૂન કાર્નિવલનું અનોખું આયોજન, અંડર પ્રિવિલેજ બાળકોએ 50 હજાર જેટલા બલૂનથી અવનવા ઈન્સ્ટોલેશન કર્યા

gln_admin

Leave a Comment