Gujarat Live News
Uncategorized

રાજ્યમાં તા. 10 જૂલાઈની સ્થિતીએ કુલ 223.37 મી.મી. વરસાદ વરસ્યો : ઋષિકેશભાઈ પટેલ

  • રાજ્યમાં તા. 10 જૂલાઈની સ્થિતીએ કુલ 223.37 મી.મી. વરસાદ વરસ્યો : ઋષિકેશભાઈ પટેલ
  • આ વર્ષે અત્યારસુધીમાં 40.26 લાખ હેક્ટરનો જથ્થો ઉપલબ્ધ
  • 47.04% જમીનમાં વાવેતર માટે આ સીઝન બિયારણનો પુરતો જથ્થો ઉપલબ્ધ

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં વરસાદ અને કૃષિ પાકોના વાવેતરની પરિસ્થિતી વિશે
પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં તા. 10 જૂલાઈની સ્થિતીએ કુલ
223.37 મી.મી. વરસાદ વરસ્યો છે જે સરેરેશ વરસાદના 25.30% છે. જેમાં રાજ્યના 89
તાલુકાઓમાં 51થી 125 મી.મી., 82 તાલુકાઓમાં 126થી 250 મી.મી., 54 તાલુકાઓમાં 251
થી 500 મી.મી. જ્યારે 24 તાલુકાઓમાં 501 થી 1000 મી.મી. વરસાદ નોંધાયો છે.
કૃષિ પાકોની વાવેતરની સ્થિતી અંગે વાત કરતા મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે,ચાલુ વર્ષે
અત્યાર સુધીમાં કુલ 40.26 લાખ હેક્ટર એટલે કે, 47.04% જમીનમાં વાવેતર થયું છે. જેમાં
મગફળીના પાકનું 14.09 લાખ હેક્ટરમાં, કપાસનું 18.60 લાખ હેક્ટરમાં, તેલીબીયાનું 18.75
લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ચાલુ ખરીફ ઋતુમાં વિવિધ પાકોની વાવેતરમાં વધારા સહ
વેગ આવવાની પુરતી સંભાવવા છે.
બિયારણના જથ્થા વિશે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખરીફ ૨૦૨૪ ઋતુમાં મુખ્ય પાકો
જેવા કે ડાંગર, મકાઈ,બાજરા, મગ, અડદ, તુવેર,મગફળી, તલ, દિવેલા, સોયાબીન અને કપાસ
જેવા પાકોની કુલ ૧૩,૨૦,૨૪૦ ક્વિન્ટલ બિયારણની જરૂરિયાત સામે રાજ્યમાં ૧૫,૪૫,૦૬૫
ક્વિન્ટલ બિયારણનો જથ્થો ઉપલબ્ધ છે. આમ આ સીઝન માટે વાવેતર હેતુ બિયારણનો
પુરતો જથ્થો ઉપલબ્ધ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Related posts

સમગ્ર અમદાવાદમાં ઉંદર પકડવાની ગ્લુટ્રેપ કે ઉંદરના પાંજરા પરના વેચાણ, ઉપયોગ પર પ્રતિબંધ

gln_admin

ખેતીની જમીનનું સ્વાસ્થ્ય જાણવા માટે જિલ્લાના તમામ ગામોમાં જમીનના નમૂના લેવાની કામગીરી શરૂ

gln_admin

મતગણતરી મથક અને તેની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં

gln_admin

Leave a Comment