Gujarat Live News
ગુજરાત

હયાતીની ખરાઇ બાકી હોય તેવા પેન્શનરો માટે આ છે ખાસ ખબર

 

  • પેન્શનર પોતાની હયાતિની ખરાઈ જીવનપ્રમાણ પોર્ટલ પરથી કરી શકે છે
  • મોબાઇલ એપ્લિકેશન પરથી ઓનલાઇન ખરાઈ કરાવી શકે છે
  • ઓગષ્ટ-૨૦૨૪થી પેન્શનરનું ચૂકવણું બંધ કરવામાં આવશે

ભુજ, કચ્છ જિલ્લાની તિજોરી ખાતેથી બેન્ક મારફતે પેન્શન મેળવતા પેન્શનરોએ નિયમોનુસાર દર વર્ષે મે-જુન-જુલાઇ માસમાં હયાતિની ખરાઈ કરાવવાની રહે છે. જેથી જે પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવેલી ન હોય તે પેન્શનરોએ જે શાખામાં ખાતું હોય તે બેન્કશાખામાં જઈને નિયત નમૂનામાં ફોર્મમાં બેન્ક સત્તાવાળાની રૂબરૂમાં સહી(પીપીઓ બુકમાં દર્શાવેલ સહિ) કરીને હયાતિની ખરાઈ કરાવવાની રહે છે. જે પેન્શનરો દ્વારા જુલાઈ માસ સુધીમાં હયાતિની ખરાઈ કરાવવામાં ન આવે અથવા હયાતિની ખરાઈ કરાવેલી હોય પણ તેનું ફોર્મ બેન્ક દ્વારા તિજોરીમાં મોકલવામાં ન આવે તો તેવા પેન્શનરનું માહે ઓગષ્ટ-૨૦૨૪થી પેન્શનરનું ચૂકવણું બંધ કરવામાં આવશે.

વધુમાં, પેન્શનરો તા. ૩૧/૦૭/૨૦૨૪ બાદ પણ સંબંધિત બેન્ક શાખામાં જઈને હયાતિની ખરાઈ કરાવી શકે છે. તા. ૩૧/૦૭/૨૦૨૪ બાદ તિજોરી કચેરી ખાતે હયાતિની ખરાઈ કરાવવી ફરજીયાત નથી.

બેન્ક શાખા ઉપરાંત પેન્શનર પોતાની હયાતિની ખરાઈ જીવનપ્રમાણ પોર્ટલ પરથી અથવા તેની મોબાઇલ એપ્લિકેશન પરથી ઓનલાઇન ખરાઈ કરાવી શકે છે. જે અંગેની માર્ગદર્શિકા વેબસાઈટ www.treasurykutch.blogspot.com પર મૂકવામાં આવેલી છે.

આ ઉપરાંત, પેન્શનરો ટપાલી/ગ્રામીણ ડાક સેવક મારફતે ઘર આંગણે જીવનપ્રમાણ પોર્ટલ પર હયાતિની ખરાઈ કરાવી શકે તે માટે ટપાલ વિભાગ દ્વારા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. આ માટે નજીકની પોસ્ટ ઓફિસ/ઇન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેન્કનો સંપર્ક કરવો અથવા Post Info નામની મોબાઇલ એપ્લિકેશન પર નોંધણી કરાવી શકે છે. જે માટે નિયત થયેલ ફી રૂ.૭૦/-(સિત્તેર) ચૂકવવાની રહે છે.

પેન્શન શરૂ કરાવતી વખતે જે શાખા અત્રેનાં રેકોર્ડમાં નોંધાવવામાં આવેલી હશે તે બેન્કની શાખામાં હયાતિની ખરાઈનું ફોર્મ મોકલવામાં આવેલું છે. પેન્શનર દ્વારા પ્રથમ પેન્શન મળ્યા બાદ તિજોરી કચેરીને જાણ કર્યા વગર બારોબાર શાખા બદલાવવામાં આવેલી હોય તો તે અંગેની જવાબદારી તિજોરી કચેરીની રહેશે નહિ.

Related posts

અનંત અંબાણીનું વનતારા : વન્યજીવોને બચાવવા અને પુનર્વસનમાં આ રીતે થઈ રહ્યું છે મદદરૂપ

gln_admin

CM ભૂપેન્દ્ર પટેલ ૨૧મી જૂન યોગ દિવસની ઉજવણીમાં ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડાબેટ ખાતે સહભાગી થશે

gln_admin

રાજકોટમાં અગ્નિકાંડમાં જીવ ગુમાવનારને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

gln_admin

Leave a Comment