- મિશન સિદ્ધત્વ અંતર્ગત કારકિર્દી ઘડતર કાર્યક્રમનું આયોજન
- જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી-શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અને ટાટા મોટર્સના સંયુક્ત ઉપક્રમે આયોજન
- અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના લગભગ 5000 જેટલા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ થશે લાભાન્વિત
મિશન સિદ્ધત્વ અંતર્ગત અમદાવાદ જિલ્લાની તમામ ગ્રાન્ટેડ અને સરકારી શાળાના વિજ્ઞાન પ્રવાહના ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે NEET અને JEEની તૈયારી માટે બે વર્ષ ફ્રી કોચિંગ આપવામાં આવશે.
અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અને TATA મોટર્સના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનું લોન્ચિંગ તારીખ ૧૯મી જુલાઈના રોજ મહારાજા અગ્રેસેન હાઇસ્કુલ, મેમનગર ખાતે કરવામાં આવશે. જેમાં તમામ વિજ્ઞાન પ્રવાહની શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શીક્ષકો વેબિનારના માધ્યમથી જોડાશે. આ કોચિંગનો લાભ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના લગભગ 5000 જેટલા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મળશે.