Gujarat Live News
અમદાવાદગુજરાત

મેગા મિલિયન પ્લસ સીટી કેટેગરીમાં બેસ્ટ પરફોર્મિંગ- ULBમાં અમદાવાદ મહાનગરપાલિકાને ત્રીજો નંબર પ્રાપ્ત થયો

  • નવી દિલ્હી ખાતે આયોજીત ઉત્કૃષ્ટતા કી ઓર બઢતે કદમ કાર્યક્રમ
  • પ્રાઈઝ ૨૦૨૩-૨૪ એવોર્ડ માટે અમદાવાદ મહાનગરપાલિકાને ત્રીજો નંબર પ્રાપ્ત થયો
  • પી.એમ-સ્વનિધિ યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ ૧ લાખ
    ૬૫ હજારથી વધુ ફેરિયાઓની અરજીઓ બેંકો દ્વારા મંજુર કરાવી
  • કુલ રૂ. ૨૨૦.૮૫ કરોડનું ધિરાણ અપાવી ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી

 

AHMEDABAD ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ દ્વારા પી.એમ-સ્વનિધિ યોજના તથા દિનદયાળ અંત્યોદય યોજના-નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત થયેલી કામગીરી બદલ રાજ્યો અને મહાનગરોને એવોર્ડ એનાયત કરવા ઉત્કૃષ્ટતા કી ઓર બઢતે કદમ કાર્યક્રમનું આયોજન ન્યૂ દિલ્હીના ઇન્ડિયા હેબિટેટ ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભારત સરકારની પી.એમ-સ્વનિધિ યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ૧,૨૬,૯૨૯ જેટલા ફેરીયાઓને પ્રથમ લોન રૂ.૧૦,૦૦૦ આપવામાં આવી છે. જ્યારે ૩૨,૨૮૪ ફેરીયાઓને બીજી લોન રૂ. ૨૦,૦૦૦ તથા ૫,૯૫૫ જેટલા
ફેરીયાઓને ત્રીજી લોન રૂ. ૫૦,૦૦૦ની લોન બેંકો દ્વારા ફેરીયાઓને બેકો મારફતે અપાવવામા આવી છે. આમ, કુલ ૧,૬૫,૧૬૬ જેટલા શેરી ફેરીયાઓની અરજીઓ બેંકો દ્વારા મંજુર કરાવી કુલ રૂ. ૨૨૦.૮૫ કરોડનું ધિરાણ અપાવી ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે.

પી.એમ-સ્વનિધિ યોજના હેઠળ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરેલ પ્રશંસનિય કામગીરી બદલ ભારત સરકાર દ્વારા ૧૮ જુલાઈના રોજ નવી દિલ્હી ખાતે આયોજીત ઉત્કૃષ્ટતા કી ઓર બઢતે કદમ કાર્યક્રમમાં પ્રાઈઝ ૨૦૨૩-૨૪ એવોર્ડ માટે મેગા મિલિયન પ્લસ સીટી કેટેગરીમાં બેસ્ટ પરફોર્મિંગ યુએલબીમાં અમદાવાદ મહાનગરપાલિકાને ત્રીજો નંબર પ્રાપ્ત થયો છે. આ સિદ્ધિ બદલ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સના મંત્રી મનોહરલાલ ખટ્ટરના હસ્તે પ્રાઈઝ ૨૦૨૩-૨૪ એવોર્ડ એનાયત કરવામા આવ્યો છે.

આ એવોર્ડ મેયર પ્રતિભાબેન જૈન, ડે.મેયર જતિન પટેલ, ડે.મ્યુનિ.કમિશ્નર (યુ.સી.ડી.) IAS અમૃતેશ ઔરંગાબાદકર દ્વારા સ્વીકારવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમા પી.એમ સ્વનિધિ યોજના હેઠળ ફેરીયાઓને
લોન અપાવવામાં અમદાવાદ મહાનગરપાલિકા સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. 'પ્રાઈઝ ૨૦૨૩-  એવોર્ડ માટે મેગા મિલિયન પ્લસ સીટી કેટેગરીમાં બેસ્ટ પરફોર્મિંગ યુએલબીમાં દિલ્હી મ્યુનિસિપલ કોપોરેશન પ્રથમ ક્રમાંકે, બ્રુહદ બેગ્લુરુ મ્યુનિસિપલ કોપોરેશન બીજા ક્રમાંકે અને અમદાવાદ મહાનગરપાલિકા ત્રીજા ક્રમાકે (વર્ષ ૨૦૨૩-૨૪ ની કામગીરી માટે) એવોર્ડ
એનાયત કરવામાં આવ્યો છે.

Related posts

પ્રાકૃતિક ખેતી કરીને પિતા-પુત્ર બન્યા પ્રેરણાસ્રોત, ગાય આધારિત ખેતીથી 6 એકર જમીનમાં લહેરાતી પ્રાકૃતિક ખેતપેદાશો, વાંચો વિશેષ અહેવાલ

gln_admin

બાળકોને પેકેજ્ડ ફૂડ અને ફાસ્ટફૂડથી દૂર રાખવા ગુજરાત યોગબોર્ડનો અનોખો અભિગમ

gln_admin

CM ભૂપેન્દ્ર પટેલ ૨૧મી જૂન યોગ દિવસની ઉજવણીમાં ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડાબેટ ખાતે સહભાગી થશે

gln_admin

Leave a Comment