: સ્વામિનારાયણ ગુરુકુલ કલોલ સંચાલિત PSM હોસ્પિટલને આરોગ્ય મંત્રીના હસ્તે એનાયત થયો એવોર્ડ
: દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવા સહિતની સુવિધા તેમજ અનેક સેવાકીય કાર્યો બદલ સંસ્થાને મળ્યો એવોર્ડ
સ્વામિનારાયણ ગુરુકુલ તથા સ્વામિનારાયણ યુનિવર્સીટી ,કલોલ(જી ગાંધીનગર) કેમ્પસમાં આવેલી PSM હોસ્પિટલે અનેક કાર્યો બદલ અત્યાર સુધી એક પછી એક સિધ્ધિઓ હાંસલ કરી છે. દર્દીઓને નિઃશુલ્ક સેવાઓ આપવાથી લઈને અનેક પ્રકારના પ્રેરણારૂપ કાર્યો હોસ્પિટલમાં થાય છે. ઉચ્ચ ગુણવત્તા સભર સેવાઓ આપવા બદલ તથા વિવિધ કાર્યોને જોતા હેલ્થ કેર ઑનર્સ નેશનલ લેવલ કોંકલેવ (HOCON) ગવર્મેન્ટ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો સન્માનિત કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતની જાણીતી હોસ્પિટલોમાંની એક એવી પીએસએમ હોસ્પિટલને આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ સન્માન ગુજરાત રાજ્યના માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે મળ્યું હતું. આરોગ્ય મંત્રી દ્વારા સંસ્થાના હોદ્દેદારોને એવોર્ડ તથા સન્માન પત્ર એનાયત કરાયા હતા.
સ્વામિનારાયણ ગુરુકુળ પીએસએમ હોસ્પિટલના સ્થાપક શાસ્ત્રી સ્વામિ પૂ. પ્રેમ સ્વરૂપદાસ સ્વામીજી તેમજ સંસ્થાના ઉપ-પ્રમુખ ભક્તવત્સલ સ્વામી તથા અન્ય 30 સંતો ગરીબ દર્દીઓ પ્રત્યે સેવા અને સમર્પણની ભાવનાઓ સાથે 30 વર્ષ થી કાર્યરત છે. સર્વે સંતોની સેવાની લાગણીઓ અને દર્દીઓના દર્દને દૂર કરવા માટે દૂર દૂરના ગામડાઓ સુધી આરોગ્યની સેવાઓ તદ્દન નિઃશુલ્ક આપવામાં આવે છે.
આ હોસ્પિટલના અન્ય કાર્યો અને ખાસિયતની વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં પણ ઓપીડી સેવાઓ નિ:શુલ્ક આપવામાં આવે છે અને અંદરના દર્દીઓને પણ સેવાઓ નિઃશુલ્ક અપાય છે. છેલ્લા 10 વર્ષથી અવિરત ગુણવત્તા ભરી સેવાઓ સંસ્થાના નિષ્ણાત ડોક્ટરો તેમજ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા આપવામાં આવે છે. હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં લેબોરેટરી બ્લડ બેન્ક રેડિયોલોજી વિભાગ એનઆઈસીયું પણ કાર્યરત છે. આ સાથે ટૂંક સમયમાં જ ઘણી બધી ઉચ્ચ સેવાઓ પણ શરૂ કરવામા આવશે. જેમાં સિટી સ્કેન એમઆરઆઇ અને કેન્સર સારવાર વિભાગની સેવાઓ પણ શરૂ કરવામાં આવશે.
પીએસએમ હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજ ખાતે સ્પેશિયાલિસ્ટ તેમજ સુપર સ્પેશિયાલિસ્ટ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા મળી રહી છે. સંસ્થાને સામાજિક સંસ્થાઓ સમાજમાં કાર્ય કરી રહેલા સંતો મહંતો તેમજ દર્દીઓના પણ ખૂબ ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે ત્યારે આ સંસ્થાએ પણ આભાર પ્રગટ કર્યો છે. સંસ્થાનો ઉદ્દેશ એક જ છે કે દરેક સમાજના દર્દીઓ પીએસએમ હોસ્પિટલમાં નિ:શુલ્ક સેવાઓનો વધુમાં વધુ લાભ લે અને દૂર દૂર સુધી સેવાઓની સુવાસ ફેલાય.
આમ PSM હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજના CEO ડૉ. વિજય પંડ્યાએ જણાવેલ, તથા તેમને મેડીજન્સ પ્રાઈવેટ લિમિટેડ, અમદાવાદના મીતા પટેલ અને ટીમનો ખાસ આભાર વ્યક્ત કરેલ.