જન સંવાદ કાર્યક્રમ ; તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને ૧૪ મોબાઇલ ફોન પોલીસે પરત સોંપ્યા હતા.
મે. જી.એસ.મલીક પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા નીરજકુમાર બડગુજર સાહેબ અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ તથા હિમાંશુકુમાર વર્મા સાહેબ નાયબ પોલીસ કમિશ્નર ઝોન- ૧ તથા જે.ડી.બ્રહ્મભટ્ટ મદદનીશ પોલીસ કમિશ્નર “એ ડીવીઝનનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના સિનીયર પોલીસ ઇન્સપેક્ટર વી.ડી.મોરી તથા સેકન્ડ પોલીસ ઇન્સપેક્ટર એચ.ડી.સોઢાનાઓના સુપરવિઝન હેઠળ આજરોજ તા-૧૯૦૭૨૦૨૪ ના ઘાટલોડીયા પોલીસ સ્ટેશન
વિસ્તારમાં આવેલ સર્વેમંગલ હોલ મેમનગર ખાતે હિમાંશુકુમાર વર્મા નાયબ પોલીસ કમિશનર ઝોન-૦૧ સાહેબની અધ્યક્ષતામાં ઘાટલોડીયા પોલીસ સ્ટેશનનો જન સંવાદ અને તેરા તુજ કો અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવેલ.તેમાં શાંતિ સમિતિ ના સભ્યો તેમજ અરજદારો, સામાજિક આગેવાનો, સ્થાનિક કોર્પોરેટરો, સિનિયર સિટીઝનો, અને નિવૃત પોલીસ
કર્મચારી તેમજ અધિકારી ઓ મળી ને આશરે ૧૦૦ થી ૧૧૦ જનસંખ્યા હાજર રહેલ.
તેમાં અરજદારોને ૧૪ મોબાઇલ ફોન (જેની કિમત રૂ- ૪,૧૨,૦૦૦) પરત આપવામાં આવેલ.આ ઉપરાંત મે.નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ દ્વારા અરજદારોને પ્રત્યક્ષ રીતે સાંભળવામાં આવેલ અને અરજદારોના પ્રશ્નોનુ પ્રત્યક્ષ નિરાકરણ લાવેલ તથા સાયબર ફ્રોડના ભોગ બનનારાઓના નાણા રીફન્ડ થયેલ હોય જેઓ સાથે સંવાદ કરી સાયબર ફ્રોડ વિશે માહિતગાર
કરીને યોગ્ય માર્ગદર્શન આપેલ છે.