Gujarat Live News
ગુજરાત

મુખ્યમંત્રીએ દસક્રોઈના નવીનીકરણ પામેલા ખોડીયાર ગ્રામ પંચાયત ભવન, મોડર્ન આંગણવાડી કેન્દ્ર-૧નું લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ખોડિયાર ગામમાં
નવીનીકરણ પામેલા ખોડીયાર ગ્રામ પંચાયત ભવન તેમજ મોર્ડન આંગણવાડી કેન્દ્ર-૧ના
લોકાર્પણ કર્યા હતા. મોડર્ન આંગણવાડી કેન્દ્ર-૧ના લોકાર્પણ અવસરે નાના ભૂલકાઓ દ્વારા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

દસક્રોઈ તાલુકાના ખોડિયાર ગામનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ નવીનીકરણનું
કામ દાતાશ્રી કનૈયાલાલ ત્રિભુવનદાસ ઠકકર મારફતે મળેલા લોકફાળાથી કરવામાં આવ્યું છે.
ગ્રામ પંચાયત ભવનના આ નવીનીકરણ માટે અંદાજિત રૂ. ૨૫ લાખનો ખર્ચ કરવામાં આવ્યો
છે.

ખોડિયાર ગામમાં રૂ. ૬ લાખ ૨૦ હજારના ખર્ચે તૈયાર કરાયેલી મોર્ડન સ્માર્ટ
આંગણવાડી કેન્દ્ર-૧નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગામના પૂર્વ સરપંચ શ્રી બાદરજી
ઠાકોરે આ આંગણવાડી કેન્‍દ્રના નવીનીકરણ કરવા માટે ૧ લાખ ૨૦ હજાર રૂપિયાનું દાન
આપેલું છે.

આ અવસરે અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી
વિદેહ ખરે, દસક્રોઈ તાલુકાના પદાધિકારી, અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં
ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ઉનાળાની અંગ દઝાડતી ગરમીના માહોલમાં અમદાવાદમાં પ્રિ-મોન્સુન તૈયારીઓ સંદર્ભે બેઠક

gln_admin

 ધી ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોસીએશનના વર્ષ 2024 -2025ના હોદ્દેદારોની જુદા જુદા પદો માટે વરણી કરાઈ

gln_admin

પીએસએમ હોસ્પિટલમાં ઓપરેશન વિના જ 7 વર્ષના બાળકના પેટમાંથી ડૉક્ટરે દોઢ ઈંચનું લોહીચૂંબક બહાર કાઢ્યું

gln_admin

Leave a Comment