Gujarat Live News
ધાર્મિક

સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ કલોલ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજન-ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો

  • સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર વિશેષ ધાર્મિક માહોલ જોવા મળ્યો 
  • સંસ્થાના સ્થાપક શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજીએ સર્વે ગુરુકુળ પરિવારને આપ્યા આશીર્વાદ 
  • ગાંધીનગર જિલ્લા કક્ષાના ધાર્મિક અને સામાજિક સંસ્થાના અગ્રણી કાર્યકર્તાઓ રહ્યા હાજર
ધાર્મિક વિધી અને પરંપરા પ્રમાણે યુનિવર્સિટી કેમ્પસમાં કરાયું વિશેષ આયોજન 
GANDHINAGAR : સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ કલોલ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજન – ગુરુ વંદના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુરુકુલના તમામ સંતવૃંદ તેમજ યુનિવર્સિટી ગુરુકુળ પરિવારના સભ્યો દ્વારા અતિ હર્ષ સાથે ભાગ લેવામાં આવ્યો હતો.
ગુરૂ પૂજન કાર્યક્રમ નિમિત્તે સંસ્થાના સ્થાપક શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજીએ સર્વે ગુરુકુળ પરિવારને ખૂબ જ હેતથી જય સ્વામિનારાયણ સહ આશીર્વાદ આપ્યા હતા. તમામ સંતો દ્વારા પૂજ્ય ગુરુજીનો વિશેષ પૂજન થકી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કક્ષાના ધાર્મિક અને સામાજિક સંસ્થાના અગ્રણી કાર્યકર્તાઓએ વિશેષ સૂચક હાજરી આપી હતી.
અગ્રણી, કાર્યકર્તાઓ, સર્વે હરિભક્તો અને ગુરુકુળ પરિવારના સમસ્ત સભ્યોને સ્વામી પ્રેમ સ્વરૂપદાસજીએ આપ્યા આશીર્વાદ
 
વધુમાં શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજીએ આશીર્વચન સ્વરૂપે સર્વે હરિભક્તો અને ગુરુકુળ પરિવારના સમસ્ત સભ્યોને હંમેશા એકબીજાનો સાથ અને સહકાર થકી વિશ્વ એક કુટુંબની ભાવના સાથે સમગ્ર વિશ્વમાં ભારત દેશની વિશેષ ઓળખ ઉભી કરવા આવાહન કરવામાં આવ્યું હતું.
ગુરુ પૂજનની ધાર્મકિ વિધી આજના શુભ પ્રસંગે શિષ્યો દ્વારા આ રીતે કરવામાં આવી હતી.

Related posts

યુનાઇટેડ નેશન્સના મુખ્યાલયમાં પૂજ્ય મોરારી બાપૂની રામકથાનો શુભારંભ 

gln_admin

Leave a Comment