Gujarat Live News
Uncategorized

ખેડૂતો માટે માથાના દુખાવા સમાન કપાસના પાકમાં ચૂસિયા જીવાતોના નિયંત્રણ અને ઉપાયો ખેતી વિભાગે જાહેર કર્યા, વાંચો વિશેષ અહેવાલ

કપાસનાં પાકમાં ચૂસિયા જીવાતોના સંકલિત નિયંત્રણ અંગે ખેડૂતોને માહિતગાર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તરફથી નીચે મુજબના ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

કપાસની ચૂસિયા પ્રકારની જીવાતોનું સંકલિત વ્યવસ્થાપનઃ

મોલોમશી તથા તડતડીયાનાં જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (ક્રાયસોપા)ની ૨ થી ૩ દિવસની ઇયળો હેકટરે ૧૦,૦૦૦ ની સંખ્યામાં ૧૫ દિવસના ગાળે બે વખત છોડવી.

લીમડાનાં મીંજનું ૫% નું દ્રાવણ અથવા એઝાડીરેકટીન જેવી બિનરાસાયણિક તત્વ ધરાવતી ૧૫૦૦, ૩૦૦૦ કે ૧૦,૦૦૦ પીપીએમ અનુક્રમે ૫ લી, ૨.૫ લી કે ૭૫૦ મીલી પ્રતિ હેકટરે ઉપયોગ કરવો.

મોલો મશી, સફેદમાખીની જીવાતના ઉપદ્રવના પૂર્વ અનુમાન માટે હેક્ટરે ૫ થી ૬ સ્ટીકી ટ્રેપ ગોઠવવી.

સફેદમાખીના નિયંત્રણ માટે એઝાડીરેકટીન ૧૫૦૦ પીપીએમ ૫૦ મીલી ૧૦ લીટર પાણીમાં, ફ્લોનીકામીડ ૫૦ ડબલ્યુ.જી. ૩ ગ્રામ, એસીફેટ ૭૫ એસ.પી. ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા બુપ્રોફેજીન ૨૫ એસ.સી. ૨૦ મીલી,એસીટામીપ્રિડ ૨૦ એસ.પી. ૨ ગ્રામ, ડાયફેન્યુરોન ૫૦ ડબલ્યુ.જી. ૧૨ ગ્રામ પૈકી કોઇ પણ એક દવા કપડા ધોવાના સોડા ૫ ગ્રામ સાથે૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ફૂગજન્ય જૈવિક જંતુનાશક દવા જેવી કે વર્ટીસીલીયમ લેકાની અથવા બુવેરીયા બાસીયાના ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં પાકની શરૂઆતની અવસ્થાએ વાતાવરણમાં ભેજ હોય ત્યારે છંટકાવ કરવો, આ જૈવિક દવાઓ રાસાયણિક દવાઓ સાથે પણ વાપરી શકાય.

મીલીબગનો વધુ ઉપદ્રવ હોય તો ૧૫ દિવસનાં અંતરે કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૫ મીલી ‌+ કપડા ધોવાના સોડા અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૧૫ મીલી અથવા એસીફેટ ૭૫ એસ.સી. ૩૦ ગ્રામ + કપડાધોવાના સોડા ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૨ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૨૦ મીલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

કેરોસીનવાળા પાણીમાં અર્ધ ખુલેલા કે આખા ખુલેલા જીંડવાઓ ખંખેરી રૂપલાં ભેગા કરી નાશ કરવો અથવા છોડ હલાવી અને બે છેડેથી દોરડું પકડી હારમાં ઝડપથી ચાલવાથી આ રૂપલાઓને નીચે પાડી નાશ કરી શકાય છે.

મોલો મશી, તડતડિયા અને થ્રિપ્સના નિયંત્રણ માટે લીમડાના બનાવટની દવા ૧% ૨૫મીલી, બ્યુવેરિયા બેસિયાના ૬૦ ગ્રામ, , ફલોનીકામીડ ૫૦ ડબલ્યુજી ૩ ગ્રામ, ડાયમીથોએટ ૩૦ ઇ.સી. ૧૦ મીલી, ઈમીડાકલોપ્રીડ ૨૦૦ એસ.એલ. ૪ મીલી., થાયોમીથોકઝામ ૨૫, ડબલ્યુ જી ૨-૩ ગ્રામ,એસીટામીપ્રિડ ૨૦ એસ.સી. ૨-૪ ગ્રામઅથવા ફીપ્રોનીલ ૫ એસ.સી. ૨૦ મીલી પૈકી કોઈપણ એક કીટનાશકનો ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવ્યું છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા વધુમાં યાદીમાં જણાવ્યું છે.

                

Related posts

સુરક્ષિત ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોનું પાલન માટે હેલ્મેટ પહેરીને લોકોને જાગૃત કરાયા

gln_admin

gln_admin

વિદ્યાર્થીઓ ઓછા મળતા અમદાવાદમાં ડિપ્લોમા ઈજનેરીના અભ્યાસક્રમ પ્રવેશ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાશે

gln_admin

Leave a Comment