Gujarat Live News
Uncategorized

ભૂતાનના રાજા અને વડાપ્રધાનને પરત ફરતા પહેલા વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનું વિહંગાવલોકન કર્યું

  • ભૂતાનના રાજા અને વડાપ્રધાનને અમદાવાદ એરપોર્ટ પરથી ભાવસભર વિદાય આપતા મુખ્યમંત્રી
  • ભૂતાનના રાજા અને વડાપ્રધાનને પરત ફરતા પહેલા વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ નું વિહંગાવલોકન કર્યું

ગુજરાતનો ત્રણ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પરત ફરતા ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શેરિંગ તોબગેને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય આપી હતી.

આ પ્રસંગે પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભારતના ભૂતાન ખાતેના રાજદૂત સુધાકર દલેલા, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, રાજ્ય પોલીસ વડા  વિકાસ સહાય, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ શ્રીવાસ્તવ, અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર અજય ચૌધરી, ચીફ પ્રોટોકોલ ઑફિસર જ્વલંત ત્રિવેદી, અમદાવાદ કલેકટર  પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ
અધિકારીઓએ મહાનુભાવોને વિદાયમાન આપ્યું હતું.

ભૂતાનના રાજા શ્રીમાન જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શેરિંગ તોબગેએ ગુજરાત મુલાકાત પૂર્ણ કરતા પહેલાં હેલિકોપ્ટરથી અમદાવાદ શહેરનું વિહંગાવલોકન કર્યું હતું. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો વિકાસ જોઈને મહાનુભાવો પ્રભાવિત થયા હતા.

Related posts

લોકસભા ચૂંટણી બંદોબસ્ત 2024 માટે ગુજરાત રાજ્ય દ્વારા 2000 હોમગાર્ડ્સના સભ્યોની ફાળવણી કરાઈ

gln_admin

સુરક્ષિત ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોનું પાલન માટે હેલ્મેટ પહેરીને લોકોને જાગૃત કરાયા

gln_admin

૧૦૮ની અવિરત સેવા : રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૨૯ દિવસમાં ૧ લાખ ૧૪ હજારથી વધુ દર્દીઓ માટે દેવદૂત 

gln_admin

Leave a Comment