GANDHINAGAR નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે નવા વિદ્યાર્થીઓનો
ઓરિએન્ટેશન કાર્યક્રમ "દીક્ષારંભ-2024"નું આયોજન તા.25મી જુલાઈ 2024ના રોજ કરવામાં આવ્યું
હતું. આ પ્રસંગે સમારંભના મુખ્ય અતિથિ તરીકે ઇન્ટરનેશનલ એસોસિએશન ઑફ ફોરેન્સિક સાયન્સના
પ્રમુખ ડૉ. યાન્કો કોલેવ ઉપસ્થિત હતા. જ્યારે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના
કુલપતિ, પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસે અધ્યક્ષીય સંબોધન કર્યું હતું.
ડો. યાન્કો કોલેવ ઓનલાઈન બલ્ગેરિયાથી જોડાયા હતા. તેમણે સભાને સંબોધતા NFSUના
બહુઆયામી-વિષયલક્ષી શિક્ષણ-વ્યવસ્થાની મહત્તા દર્શાવીને વિદ્યાર્થીઓને તેનો મહત્તમ લાભ લેવા
અનુરોધ કર્યો હતો. જેનાથી વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રની ભાવિ સમસ્યાઓ હલ કરવા સમર્થ
બની શકશે.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના કુલપતિ, પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ડૉ.
જે.એમ. વ્યાસે ડૉ. જે.એમ. વ્યાસે શિક્ષા અને દીક્ષાનું મહત્ત્વ અને તફાવત સમજાવ્યો હતો. તેમણે
જણાવ્યું હતું કે શિક્ષા એટલે શિક્ષક વિદ્યાર્થીની જિજ્ઞાસાની કસોટી કરીને વિદ્યાર્થીને જ્ઞાનના શોધક તરીકે
સ્વીકારે છે. એકવાર શિક્ષા સંપન્ન થઈ જાય એટલે દીક્ષાનો પ્રારંભ થાય છે. તેનો એક અર્થ એ પણ છે કે
શિક્ષક વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ જ્ઞાન આપશે. વિદ્યાર્થીઓના જીવનમાં ત્રણ પ્રાથમિકતાઓ હોવી જોઈએ. પ્રથમ
છે, જ્ઞાનની શોધ કરવી, બીજું છે, જીવનમાં લક્ષ્ય નક્કી કરવું અને ત્રીજું છે, નિષ્ઠા. જેમાં જીવનમાં
સફળતા માટે જરૂરી શિસ્ત સહિતના નૈતિક મૂલ્યોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થી અને શિક્ષક
વચ્ચેનો સુમેળ પણ મહત્વપૂર્ણ છે.
પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર એ સ્વાગત પ્રવચનમાં NFSU
દ્વારા થતાં વિવિધ કાર્યોની માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2024ના આ નવા શૈક્ષણિક
વર્ષમાં 1965 વિદ્યાર્થીઓએ 60થી વધુ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો છે. ઇન્વેસ્ટિગેશન દ્વારા શિક્ષણના
ધ્યેયમંત્ર સાથે NFSU ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી રહી છે.
પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગોવા; પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ,
કેમ્પસ ડાયરેક્ટર, NFSU-દિલ્હી; પ્રો. (ડૉ.) સતીશ કુમાર, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ભોપાલ અને પ્રો.
(ડૉ.) આશા શ્રીવાસ્તવ, ડીન, SBF-NFSUએ પણ આ પ્રસંગે પોતાના વક્તવ્ય આપ્યા હતા. જ્યારે સુશ્રી
સ્વેતા અરોરા, CoEએ આંતરિક ફરિયાદ સમિતિ અંગે માહિતી આપી હતી. ડો. અક્ષત મહેતાએ એન્ટી-
રેગિંગ માર્ગદર્શિકા સમજાવી હતી. જ્યારે ડો. ભાર્ગવ પટેલે શૈક્ષણિક વટહુકમો વિશે વિગતો આપી હતી.
આ કાર્યક્રમ દરમિયાન NFSUની વિવિધ સ્કૂલ્સના ડીન અને એસોસિયેટ ડીન, અધ્યાપકગણ, સ્ટાફ અને
NFSUના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.