Gujarat Live News
Uncategorized

અમદાવાદ શહેર નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ગહન ચર્ચા

અમદાવાદ શહેર અન્ન નિયંત્રક વિમલ પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદ શહેર અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ.

 

અમદાવાદ શહેર અન્ન નિયંત્રક વિમલ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદના
શાહીબાગ ખાતે આવેલા સર્કિટ હાઉસમાં અમદાવાદ શહેર નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા
સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં વાજબી ભાવના દુકાનોના તથા રેશનકાર્ડ ધારકોને રેશન વિતરણ
બાબતોની વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી, આ ઉપરાંત વાજબી ભાવની દુકાનો
ઉપરથી લાભાર્થીઓને જુલાઈ 2024ના માસમાં અનાજનું પ્રમાણ તથા ભાવની વિગતો તેમજ
જૂન 2024 મના માસમાં કરેલ અનાજના ઉપાડ વિતરણ સહિતની વિગતવાર સમીક્ષા અને
ચર્ચા કરવામાં આવી હતી.

વધુમાં અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માય રેશન એપ્લિકેશન થકી ઘરે બેઠા
કે.વાય.સી કેવી રીતે થઈ શકે? તેની જાગૃતિ લાવવાના પ્રયાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી
હતી. માય રેશન એપ્લિકેશન થકી હાલ મહત્તમ લાભાર્થીઓ કે.વાય.સી કરી શકે છે, આ
એપ્લિકેશન વડે લાભાર્થીઓ કે.વાય.સી કર્યા બાદ અધિકારી કક્ષાએ તેનું આખરી વેરિફિકેશન
થાય છે.

આ બેઠકમાં ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઈ મોદી, તેમજ
પુરવઠા શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખેડૂતોએ શું કાળજી રાખવી?

gln_admin

જી.ટી.યુ.ના કુલપતિ ડો.રાજુલ કે.ગજ્જરને શ્યામાપ્રસાદ મુખરજી પ્રશસ્તિપત્ર પુરસ્કારથી સંમાનિત કરવામાં આવ્યા

gln_admin

ગઈકાલના વરસાદ બાદ ખેડૂતોના પાકને નુકસાન, હવે આ તકેદારી રાખવી પડશે

gln_admin

Leave a Comment