Gujarat Live News
Uncategorized

શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગારના ભરતી મેળામાં ઉપસ્થિત ૩૩૨ ઉમેદવારોમાંથી ૨૯૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અમદાવાદના અસારવા બહુમાળી ભવન ખાતે ભરતી મેળો યોજાયો

ભરતી મેળામાં ઉપસ્થિત ૩૩૨ ઉમેદવારોમાંથી ૨૯૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

અમદાવાદની ૮ અગ્રગણ્ય કંપનીઓએ યુવાનોને રોજગારી આપવાના પ્રકલ્પમાં સક્રિય સહભાગીતા દાખવી

 

અમદાવાદના અસારવા બહુમાળી ભવન ખાતે ભરતી મેળો યોજાયો હતો. જેમાં અમદાવાદ
જીલ્લામાં કાર્યાન્વિત ૮ અગ્રગણ્ય કંપનીઓના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. રોજગારવાંછુંકોને
રોજગારીની તક પૂરી પાડવા ટાટા મોટર્સ, એઈર એનર્જી, આર્મસ્ટ્રોંગ મશીનરી, ઉત્કર્ષ સ્મોલ
ફાઈનાન્સ બેંક, જેડ બ્લ્યુ પોપ્યુલર ટુ વિહલર, ડીસેન્ટ મેનપાવર સહિતની કંપનીઓએ રસ દાખવી
ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા.
રોજગાર ભરતી મેળામાં ૩૩૨ ઉમેદવારો હાજર રહ્યા. જે પૈકી ૨૯૮ ઉમેદવારોની પ્રાથમિક
પસંદગી કરવામાં આવી હતી. તેઓને ફીટર, ટર્નર, વેલ્ડર, સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર, સેલ્સ
એક્ઝીક્યુટીવ, એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, એન્જીનીયર, બેક ઓફિસર,
ટેકનીશ્યન, હેલ્પર, ઈલેક્ટ્રીશિયન જેવા પદો માટે યુવાનોનું ચયન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા સમયાંતરે ભરતી
મેળાઓ યોજવામાં આવે છે. જેમાં નિયામક શ્રી રોજગાર અને તાલીમના હેઠળની મદદનીશ
નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું હતું. જેમાં
સહભાગી બનીને યુવાઓએ પણ કારકિર્દીના પંથે પદાર્પણ કર્યું હતું.

Related posts

ઓબ્ઝર્વર અભિનવ ચંદ્રાએ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી

gln_admin

વિશ્વ કોમ્યુનુકેશન ડે – ભારતમાં 820 મિલિયન લોકો અને ગુજરાતમાં 5.18 કરોડ લોકો ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરે છે

gln_admin

સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી ના પહોંચતા ટપાલ વિભાગે શરુ કરી “ડાક ચૌપાલ”

gln_admin

Leave a Comment